મુશર્રફનું પાક. આઇડી-પાસપોર્ટ સસ્પેન્ડ, દુબઇમાં રહેવું ગેરકાયદેસર

0
40

ઇસ્લામાબાદ,તા.૮
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર (નેશનલ આઇડી) અને પાસપોર્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારની ઇન્ટર્નલ મિનિસ્ટ્રીએ ૧ જૂનના રોજ આ મામલા સાથે જાડાયેલા આદેશ જાહેર કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટે ૮ માર્ચના નિર્ણયના આધારે મુશર્રફના પાસપોર્ટ અને આઇડી રદ કરી દેવા જાઇએ. હવે આ આદેશ લાગુ થયા બાદ દુબઇમાં રહેતા મુશર્રફ વિદેશ યાત્રા નહીં કરી શકે. આ સાથે જ તેઓના બેંક ખાતાઓ પણ ફ્રીઝ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭માં સંવિધાનને પલટીને રાષ્ટપતિ શાસન લાદવાના કારણે તેમની ઉપર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.
મુશર્રફે ૨૦૦૭માં પાકિસ્તાનમાં ઇમરજન્સી લાગુ કરી હતી, જેના કારણે દેશના અનેક મોટાં જજને તેઓના ઘરમાં જ કેદ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૦૦થી વધુ જજને તેઓના પદથી હટાવી દેવામાં આવ્યા હતા. ૨૦૧૩માં સત્તા પર કબજા મેળવ્યા બાદ વડાપ્રધાન નવાઝ શરીફે પહેલીવાર જૂનમાં સંસદને મુશર્રફ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હોવાની જાણકારી આપવામાં આવી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY