ભારે વરસાદની આગાહીથી મુંબઇમાં હાઇ-એલર્ટઃ મ્સ્ઝ્રનાં કર્મીઓની રજા રદ

0
36

લોકોને ઘરમાં જ રહેવા સૂચના
મુંબઈ,તા.૮
હવામાન વિભાગે આજથી મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે શહેરમા પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસુ કોંકણના દરિયાકાંઠા સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે મુંબઈમાં ૧૦મી જૂને ચોમાસાનું આગમન થતું હોય છ, પરંતુ આ વખતે હવામાન વિભાગે મુંબઈમાં વહેલા વરસાદની આગાહી કરી છે.
શનિવારથી સોમવાર વચ્ચે ભારે વરસાદની ચેતવણી વચ્ચે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અગમચેતીના ઘણા પગલાં ભર્યા છે. ગુરુવારે માછીમારોને દરિયામાં ઉંડે સુધી ખેડાણ ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત કર્ણાટકાના દરિયાકાંઠાના વિસ્તારો, ગોવા અને દક્ષિણ મહારાષ્ટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની ચેતવણીને વચ્ચે બીએમસીએ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે. મુંબઈના સ્થાનિક હવામાન કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “૮મી જુનથી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી હોવાને કારણે લોકોને સચેત કરવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ રહેવું, તેમજ બહારની પ્રવૃત્તિઓ ટાળવી. આ ઉપરાંત હવામાન પર નજર રાખવી.”
બીએમસીના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી દરમિયાન સ્કૂલો ૨૪ કલાક ખુલ્લી રાખવામાં આવશે, જેના કારણે સંકટના સમયે લોકોને ત્યાં આશરો આપી શકાય.
આ ઉપરાંત જે વિસ્તારોમાં વધારે પાણી ભરાય છે ત્યાં નેવીના કર્મીઓ ખડેપગે રહેશે. બીએમસીએ અગમચેતીના ભાગરૂપે તેમના તમામ સિનિયર અધિકારીઓની રજા રદ કરી નાખી છે. પરેલ, માનખુર્દ અને અંધેરી ખાતે એનડીઆરએફની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY