સલમાનની સામે ચાહકો હવે સેફ અલી ખાનને ભુલી જશે

0
8

મુંબઇ,
સસ્પેન્સ થ્રિલર ફિલ્મ રેસ-૩ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે ત્યારે નિર્દેશક રેમો ડિસુઝાએ કહ્યુ છે કે રેસ-૩ પહેલાની બે ફિલ્મમાં સેફ અલી ખાન દ્વારા સારી ભૂમિકા અદા કરવામાં આવી હતી. પરંતુ આ વખતે સલમાન ખાન ચાહકોને વધારે રોમાંચિત કરવા માટે તૈયાર છે. રેમોનુ કહેવુ છે કે સલમાનના સ્ટન્ટ સીન જાઇને ચાહકો રોમાંચિત થઇ જશે. રેમોનુ કહેવુ છે કે સેફ અને સલમાન બેજુદી જુદી સેલિબ્રિટી છે. બન્ને પોત પોતાની ફેન ફોલોઇંગ ધરાવે છે. જેથી તેમની વચ્ચે સરખામણી કરવાની બાબત યોગ્ય રહેશે નહી. રેમોનુ કહેવુ છે કે રેસની પહેલાની બે ફિલ્મો કરતા આ ફિલ્મ અલગ પ્રકારની છે. આ વખતે સલમાન ખાને ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મમાં ડાન્સ અને એક્શનની બાબત પણ ભરપુર રહેલી છે. એકંદરે આ મશાલા ફિલ્મ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન રહેલા પડકારો અંગે વાત કરતા રેમોએ કહ્યુ છે કે ફિલ્મના નિર્માણ દરમિયાન કેટલાક પડકારો હતા. ફિલ્મમાં એક્શન સીન ખુબ મોટા છે. જેથી તેમના શુટિંગ વેળા ખુબ તકલીફ પડી હતી. પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોની રજૂઆતને લઇને થતી રાજનીતિના પ્રશ્ને રેમોએ કહ્યુ હતુ કે તેમને આનો કોઇ અંદાજ નથી. ફિલ્મમાં વિવાદ જેવી કોઇ વાત નથી. આ ફિલ્મ ખુબ નીટ અને ક્લીન છે. ફિલ્મને કેટલાક ક્લાઇમેક્સ સીન શુટ કર્યા છે તે અંગે પુછવામાં આવતા રેમોએ કહ્યુ હતુ કે આ હેવાલ પાયાવગર છે. તેમાં કોઇ વાસ્તવિકતા નથી. ફિલ્મમાં ક્લાઇમેક્સ સીન એક છે અને આને લઇને અમે સંપૂર્ણપણે સંતુષ્ટ પણ છીએ. રેમો અનિલ કપુરના વર્તનથી ખુબ પ્રભાવિત છે. અનિલ કપુર ખુબ મહેનત કરે છે અને તેમની પાસેથી ઘણુ શિખવા મળે છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY