સુરત, તા.૧૭
મહુવા તાલુકાના અોડચ ગામના ટાંકી ફળીયામાં આવેલા એક ફાર્મ હાઉસના દરવાજાનો નકુચો તોડી અોફિસમાં પ્રવેશી ૩૫ હજારની કિંમતનું એલસીડી ટીવીની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહુવા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના અોડચ ગામ ખાતે હિતેશ બાબુભાઈ નાયક રહે છે. તેઅો પોતે ખેડૂત છે. હિતેશભાઈનું એક ફાર્મ હાઉસ ટાંકી ફળીયામાં આવેલુ છે. ગત તા.૧ સપ્ટેમ્બરથી ૨ સપ્ટેમ્બરના રોજ ફાર્મ હાઉસના દરવાજાનું તાળુ તોડી તસ્કરો અંદર પ્રવેશી અોફિસમાંથી લોયડ કંપનીનું એલસીડી ટીવીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




