રાજપીપલામાં બાઈકો લઈ ફરતા લબરમૂછિયા ને અટકાવી પોલીસે લાઇસન્સ ની તપાસ કરતા ફફડાટ

0
232

ખાસ ટ્યુશન ક્લાસો કે સ્કૂલો માં વહેલી સવારે બેફામ બાઈકો લઈ જતા નાના બાળકો ને અટકાવવા જરૂરી હોય નિર્ભયા ટીમે આજથી શરૂઆત કરતા ફફડાટ 

રાજપીપળા:
રાજપીપળા માં નિર્ભયા ટીમે શનિવારે લબરમૂછિયા જણાતા બાળકો ને બાઈક લઈ જતા અટકાવી લાઇસન્સ ની તપાસ કરી હતી જેથી રોજ વહેલી સવારે નવ કે દસ માં ધોરણ માં અભ્યાસ કરતા અને ટ્યુશન ક્લાસો કે સ્કૂલો માં જતા નાની ઉંમર ના બાળકો માં ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે વર્ષો થી ક્લાસીસો માં ભણવા જતા આ બાળકો ને બાઈકો આપી ભણવા મોકલતા એમના વાલીઓ ને પણ પોલીસે કડક શબ્દોમાં સૂચના આપી લાઇસન્સ ની ઉંમર ન હોવા છતાં વગર લાઈસન્સે બેફામ બાઈકો લઈ દોડતા અને અન્ય ની તેમજ પોતાની જિંદગી માટે જોખમ ઉભું કરતા આવા બાળકો ને સાઇકલ કે પગપાળા જવા માટે સૂચના એવી જરૂરી છે ત્યારે વર્ષો થી આ રીતે ફરતા બાળકો ને અટકાવવા શનિવારે રાજપીપળા ખાતે નિર્ભયા ની ટીમે શરૂઆત કરી હતી જેમાં ખાસ જિલ્લા પોલીસ વડા એ રસ દાખવી પી એસ આઈ કે કે પાઠક ને આ બાબતે સૂચના આપતા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY