હોમગાર્ડ પર ચાલું ફરજ દરમ્યાન હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો….

0
12

ભરૂચના એકતાનગર વિસ્તારમાં રાત્રીના ફરજ બજાવતાં હોમગાર્ડ કર્મી ઉપર એક ઈસમ દ્રારા જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં હોમગાર્ડ કર્મીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ માં હોમગાર્ડ માં ફરજ બજાવતાં રાજેશ.પી.રાણા અને એમના સાથી જીજ્ઞેશ રાણા દ્રારા અગાઉના દિવસોમાં રાત્રીના ફરજ પર હતા તે દરમ્યાન એકતા નગરમાં ડી.જે વાગતું હોઈ બંધ કરવા ગયેલા જેની રિષ રાખી ગતરોજ રાત્રીના પ્રજ્ઞેશ પટેલ દ્રારા એકતા નગર પાસે આવી કેમ ડી.જે બંધ કરાવવા આવેલાં એમ કરી ઝઘડો કરી બંનેવ સાથે મારા મારી કરી હતી જેમાં પ્રજ્ઞેશ પટેલ દ્રારા તીક્ષ્ણ હથિયાર વડે રાજુ રાણા અને જીજ્ઞેશ રાણા પર હુમલો કરી દેતાં રાજુ રાણાને માથાના ભાગે વાગી જતા લોહી લુહાણ થઈ જતાં જેવોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી રાજુ રાણાની ફરિયાદ નોંધી પ્રજ્ઞેશ પટેલને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY