અમુકજ વ્યક્તિઓની હાજરીમાં કરાયેલો આ નાશ કેટલો સાચો હશે એ એક તપાસ નો વિષય…?! કોઈ પત્રકારો ને પણ આ બાબતે જાણ નથી કરવામાં આવી ત્યારે આ એક શંકાસ્પદ બાબત લાગે છે.
રાજપીપલા પોલીસ સ્ટેશન ના 70 કેસોમાં ઝડપાયેલ 9.20 લાખનો વિદેશી દારૂ નો નાશ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે શું ખરેખર નવ લાખના દારૂનો નાશ કરાયો હતો..?
રાજપીપલા કરજણ નદી કિનારા વિસ્તાર માં બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાની માહિતી કેટલા અંશે સાચી…?! તપાસ નો વિષય
રાજપીપલા : રાજપીપલા પોલીસે સ્ટેશન માં 70 જેટલા કેશો વિદેશી દારૂની ખેપ ના નોંધાયા હતા જેમાં રાજપીપલા પોલીસ સ્ટેશન દ્વારા 9,26, 200 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો જે હેડક્વાટર જીતનગર ખાતે રાખવામાં આવ્યો હતો. નાયબ પોલીસ વડા રાજેશ પરમાર, પીઆઇ, પીસી તાવીયાડ સહિતનાએ આ વિદેશી દારૂનો નાશ કરવાની મંજૂરી મેળવતા નશાબંધી વિભાગ ના પોસઈ એસ.એમ વસાવા, પ્રાંત કચેરીના અધિકારીઓ પોલીસ અધિકારીઓ, રાજપીપલા નગર પાલિકાની ટીમ સહીત નાઓ ની હાજરી માં કરજણ નદી કિનારે એરોદ્રામ પાસે આ દારૂ પાથરી જેનાપર બુલડોઝર ફેરવી નાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું હતું .પરંતુ આ બાબતે પત્રકારો પણ અજાણ હોવાનું જાણવા મળતા અનેક સવાલ ઉભા થયા છે.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







