સી.યુ. શાહ મેડીકલ સેન્‍ટર(સી.જે. હોસ્‍પિટલ) સુરેન્‍દ્રનગરના મેડીકલ વિભાગ, ચિલ્‍ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો

0
61

સુરેન્‍દ્રનગર ખાતે સી.યુ. શાહ (સી.જે. ઓસ્‍પિટલ) ના મેડીકલ વિભાગ, ચિલ્‍ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ સી.જે. હોસ્‍પિટલ ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે સંસ્‍થાના ઉપપ્રમુખ અને સમારોહના પ્રમુખ ર્ડા.પી.જી. દોશીએ જણાવ્‍યું હતું કે સુરેન્‍દ્રનગર શહેર આરોગ્‍ય ક્ષેત્રે વિકાસની નવી દિશા તરફ કુચ કરી રહેલ છે. બદલાતા સમયની સાથે દર્દીઓને આધુનિક ટેકનોલજીયુકત સારવાર મળી રહે તે માટે અદ્યતન આરોગ્‍યલક્ષી સુવિધા પુરી પાડવાના સંસ્‍થાના પ્રયાસો રહેલ છે.

આ પ્રસંગે શ્રી જશવંતભાઇ શાહ, શ્રી દિલીપભાઇ પટેલ, શ્રીમતિ વર્ષાબેન દોશી, શ્રી ધનરાજભાઇ કેલા, શ્રી રણજીતસિંહ ઝાલા, શ્રી વિપિનભાઇ ટોલીયા તથા શ્રી શાહબુદીનભાઇ રાઠોડે પ્રાસંગિક ઉદ્દબોધનો કરતા જણાવ્‍યું હતું કે શિક્ષણ અને આરોગ્‍ય એ સમાજના મહત્‍વના આધાર સ્‍તંભો છે. આ બંને સ્‍તંભો જો મજબુત હશે તો સમાજ, રાજય અને રાષ્‍ટ્ર મજબુત રહેશે. સુરેન્‍દ્રનગરમાં આરોગ્‍ય અને શિક્ષણ માટે દાતાઓએ હરહંમેશ દાનનો પ્રવાહ વહેતો રાખી બંને સ્‍તંભોને મજબુત રાખ્‍યા છે.

તેઓએ વધુમાં બદલાતા સમય સાથે આધુનિક ટેકનોલોજીયુકત મલ્‍ટી સારવાર એક જ હોસ્‍પિટલમાં એક જ સ્‍થળે ઉપલબ્‍ધ થાય તેવી સુવિધા સુરેન્‍દ્રનગર શહેરમાં મળતી થયેલ છે. તેઓએ સુરેન્‍દ્રનગરમાં આરોગ્‍ય અંગેની તમામ સેવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પણ જણાવ્‍યું હતું.

આ પ્રસંગે શ્રી વડવાળા મંદિર દુધરેજના પ.પૂ. કનીરામદાસજી મહારાજે આશિર્વચન આપતા જણાવ્‍યુ હતું કે માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. સી.જે. હોસ્‍પિટલ સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરી રહી હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.

વડવાળા મંદિર દુધરેજના પુ.પૂ. કનિરામદાસજી મહારાજ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રગટય કરવામાં આવેલ હતું. સ્‍વાગત પ્રવચન શ્રી સુરેશભાઇ શાહે કરી હતી, જયારે આભાર વિધિ સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રી મુકેશભાઇ દોશીએ કરી હતી. સંસ્‍થાના માનદમંત્રીશ્રી ભુપતસિંહ રાઠોડે સંસ્‍થાનો પરિચય આપ્‍યો હતો. દાતાશ્રીઓના હસ્‍તે મેડીકલ વિભાગ, ચિલ્‍ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુકુંદરાય કોઠારી સ્‍વામી, સંસ્‍થાના પ્રમુખશ્રી ભુપતભાઇ વાડીલાલ શાહ, શ્રી પ્રતિકસિંહ રાણા, દાતાશ્રીઓ, ટ્રસ્‍ટીશ્રીઓ, ડોકટરો સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતાં.

રીપોટર : દિપકસિંહ વાઘેલા,

સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY