દિલ્હીમાં ટ્રોલી બેગમાંથી આઠ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

0
63

ન્યુ દિલ્હી,તા.૨૮
દેશની રાજધાનીમાં ફરી એક સનસની બનાવ સામે આવ્યો છે. અહીં યમુના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીનો મૃતદેહ એક ટ્રોલી બેગમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાના નિશાન મળ્યા છે. પોલીસે આ બાબતે વધારે તપાસ હાથ ધરી છે.
ઉત્તર દિલ્હીના તિમારપુર વિસ્તારમાંથી માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે સાત વાગ્યે ટ્રોલી બેગમાં મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.
આ અંગેની જાણ થયા બાદ ક્રાઇમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY