પહેલી મુલાકાત પહેલાં જ કિમ જાંગ-ટ્રમ્પની બીજી અને ત્રીજી મુલાકાતનો ઘડાયો તખ્તો
સિંગાપોર,તા.૧૧
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉન અને અમેરિકન રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે યોજાનાર ૧૨ જૂનની ઐતિહાસિક મુલાકાત પર છે. બંને નેતા રવિવારના રોજ સિંગાપુર પહોંચી ગયા છે. દુનિયા આખીને આ મુલાકાત પર નજર છે ત્યારે બીજી માહિતી સામે આવી રહી છે કે કિમ એ ટ્રમ્પને જુલાઇમાં બીજી મુલાકાત માટે ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ આપ્યું છે.
દક્ષિણ કોરિયન અખબાર જુનગાંગ ઇલ્બોએ દાવો કર્યો છે કે કિમ એ ટ્રમ્પને જુલાઇમાં પ્યોંગયાંગ આવવાનું આમંત્રણ આપી દીધું છે. અખબારનું કહેવું છે કે જો ૧૨મી જૂનના રોજ થનાર બેઠકમાં પરમાણુ નિરસ્ત્રીકરણ પર સહમતિ બને છે તો જુલાઇમાં બીજી મુલાકાત થઇ શકે છે. રિપોર્ટમાં કહ્યુ છે કે જો બંને નેતાઓની બીજી સમિટ પણ થઇ જાય છે તો ત્રીજી મુલાકાત વાશિંગ્ટનમાં થશે.
આવતીકાલે થનાર મુલાકાત અંગે કિમના મતે આખી દુનિયાની નજર એ સમયે ટ્રમ્પ પર ટકેલી હતી જ્યારે તેઓ કહી રહ્યા હતા કે તેઓ આ મુલાકાતને લઇ સારું મહેસૂસ કરી રહ્યાં છે. ટ્રમ્પ-કિમની મુલાકાતમાં કંઇ વાતો પર ચર્ચા થઇ શકે છે તેના પર ઉત્તર કોરિયાના સરકારી અખબારે સંભાવનાઓ વ્યકત કરી છે. તેમાં લખ્યું છે કે અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયાર ખત્મ કરી દે, પરંતુ સ્પષ્ટતા નથી કે તેના બદલામાં ઉત્તર કોરિયાને શું મળશે.
કિમ જાંગ પ્યોંગયાંગથી ૩ વિમાન સાથે સિંગાપોર પહોંચ્યા હતા. તેમાંથી એક સોવિયત નિર્મિત ઇલ્યુશિન-૬૨ પણ હતું, જે કિમનું ખાનગી વિમાન છે. ભલે સિંગાપોર આ વિમાનની પહોંચમાં હતું પરંતુ અંત સુધી તેને લઇ સંશય યથાવત હતો કે કિમ કયા વિમાનમાં છે અને એ સાચું પણ સાબિત થયું કારણ કે કિમ એર ચાઇનાના બોઇંગ ૭૪૭થી સિંગાપોર પહોંચ્યા હતા.
સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગએ કહ્યુ કે આ સમિટના યજમાન બનવા માટે અંદાજે ૧ અબજ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. તેમાંથી અડધો ખર્ચ માત્ર સુરક્ષા વ્યવસ્થા પર કરાયો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







