ભુજના ભીડનાકે આવેલી હોટલની મનમાની પાછળ કઈ ‘શક્તિ’ ?

0
488

પત્રકારો સાથે ગેર વર્તન કરનાર શક્તિ હોટલના મોડીરાતના કરતૂતો બંધ કરાવવા રજૂઆત સાથે વહીવટી તંત્રને અપાયું આવેદન

ભુજ શહેરના ભીડનાકે આવેલી હોટલ શક્તિ કાયમ મોડીરાત સુધી ખૂલ્લી રહે છે.ભુજમાં ૧૧ વાગતા જ નાઈટ પેટ્રોલિંગમાં નિકળેલી પોલીસ નાના મોટા પાનના ગલ્લા અને દૂકાનો ધોકા પછાડીને બંધ કરાવે છે પરંતું આખી રાત નિયમ વિરૂધ્ધ ધમધમતી અને રાત્રે અસામાજીક તત્ત્વો માટે આશ્રયસ્થાન બની ગયેલી હોટલ શક્તિ સામે તંત્ર શા માટે ઘૂંઘટો તાણે છે? આખરે નીતિ નિયમોને ઘોળીને પી જનાર આ હોટલના માલિકને ક્યા ઝભ્ભાધારી કે ખાખીધારીની ઓથ છે? પોલીસની જરાય પરવાહ ન કરનાર શક્તિના માલિક બકુલે તંત્ર સાથે આખરે કઈ શક્તિવર્ધક સેટિંગ કરી રાખી છે? આવા અનેક સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે તંત્રની શેહ મેળવી ફાટીને ધૂમાડે ગયેલા આ હોટલ માલિક પોલીસ જ નહીં પરંતું પત્રકારો સામે અભદ્ર ભાષા વાપરવાની હિંમત ભેગી કરી ચૂકયા છે.આ હોટલ નિયમોનું પાલન કરતી ન હોવાથી પત્રકારો તેના વિઝયુઅલ લઈ રહયા હતા ત્યારે રઘવાયા બનેલા હોટલ માલિકે પત્રકારો સાથે ગેર વર્તન કર્યું હતું.પોલીસની મોબાઈલ જયારે રાઉન્ડમાં નિકળે ત્યારે અગાઉથી સેટિંગ મુજબ પોતાના ‘ માનીતા ‘ ગ્રાહકોને હોટલની અંદર બોલાવી અડધું શટર નીચે પાડી દેવાય છે પોલીસ પસાર થયા બાદ શટર ઉંચું કરી દેવાય છે.આ હોટલ પર શરાબના નશામાં ઝૂમતા નબિરાથી માંડીને નામચીન માથાભારે ઈસમો અને રાત્રિના અંધારાનો ક્રાઈમની ઘટનારૂપે લાભ લેતી ટોળકી મોડીરાત સુધી અહીં ચાયની ચૂસકીના બહાને આશ્રય મેળવતા હોવાની લોક ફરીયાદો ઉઠી છે.હોટલના વિઝયુઅલ લેનાર પત્રકારો સાથે ગેર વર્તન કરનાર હોટલ માલિકની દાદાગીરી અંગે પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ.ભરાડા, જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને બી ડીવીઝન પોલીસ મથક અને એ ડિવિઝન પોલીસ મથકમાં પત્રકારો દ્વારા રજૂઆતો કરી અને આવેદન પત્ર આપ્યું હતું અને ખાસ આ હોટલ શક્તિ બી ડીવીઝન પોલીસની હદમાં આવતી હોવાથી બી ડિવિઝન પીઆઈનું ધ્યાન દોરવામાં આવતા સમગ્ર ઘટના અંગે તપાસ કરાવી હોટલ સામે કાયદાકીય કાર્યવાહીની ખાતરી અપાઈ હતી ત્યારે પત્રકારો સાથે ગેરવર્તન કરનાર આ હોટલ માલિકને કાયદાનાપાઠ ભણાવવામાં નહિ આવે અને તેની સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી નહિ કરાયતો ના છૂટકે પત્રકારો ગાંધી ચીંધ્યા માર્ગે જવા ચીમકી ઉચારી હતી

બ્યુરો કચ્છ :
બિમલ માંકડ 7874635092

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY