દરેક રાજ્યમાં એક આદર્શ સંતુલન બેસાડવાનો પ્રયાસ કરાશે
ન્યુ દિલ્હી,તા.૧૧
૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ ભાજપ વિરોધી ગઠબંધન બનાવવા એડીચોટીનું જાર લગાવી રહીં છે. તો કોંગ્રેસે પોતાના પ્રત્યક્ષ અંદાજમાં કહ્યુ કે તેઓ પ્રાદેશિક સ્તર પર ગઠબંધન માટે રાજ્યના નેતાઓના હિતોની ઉપેક્ષા કરી શકે નહીં.
કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ સોય ઝાટકીને કહ્યુ કે પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળી પાર્ટીઓ સાથે કામ કરતી રહી છે, તો પાર્ટી પોતાના રાજ્ય નેતાઓના હિતોની ઉપેક્ષા કરી શકે નહીં.
સૂરજેવાલાએ કહ્યુ, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાજ્ય નેતૃત્વના હિતો અને કાર્યકર્તાઓની આકાંક્ષાઓને નજરઅંદાજ કરી શકે નહીં. દરેક રાજ્યમાં એક આદર્શ સંતુલન બેસાડવાનો પ્રયાસ કરાશે.’ તેમણે રાષ્ટહિતમાં સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે રાજ્યવ્યાપી જાડાણની તરફેણ કરી. તેમણે કહ્યુ, સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે મળીને કામ કરવાની કોંગ્રેસની નીતિ રહી છે.
તેમણે કહ્યુ કે પૂર્વ મુખ્યપ્રધાન એકે એન્ટોનીની આગેવાની વાળી સમિતિ રાજ્યના નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જોડાણ પર અંતિમ નિર્ણય કરશે. કોંગ્રેસ રાજ્યવ્યાપી ગઠબંધનની વાત એવા સમયે કરી રહી છે કે જ્યારે કેરળમાં ફક્ત એક રાજ્યસભા બેઠક તેની પૂર્વ સહયોગી પાર્ટી કેરળ કોંગ્રેસને આપવા વિરુદ્ધ તેને વિદ્રોહનો સામનો કરવો પડી રહ્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





