ટ્રમ્પ સંયુક્ત નિવેદનમાં સામેલ ન થયા તે વાત નિરાશાજનક છે : એન્જેલા મર્કેલે

0
33

ટ્રમ્પ ક્યૂબેકમાં બે દિવસીય જી-૭ સમિટને વચ્ચે છોડીને સિંગાપુર રવાના થઈ ગયા હતા
ફ્રેંકર્ફ્ટ,તા.૧૧
જી-૭ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પના વલણને કારણે ઉઠેલો વિવાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે સોમવારે કહ્યુ કે ટ્રમ્પ સંયુક્ત નિવેદન સામેલ ન થયા તે વાત નિરાશાજનક છે, જે કોઈ ગંભીર વાત તરફ ઈશારો કરે છે. પરંતુ હજુ બધું જ ખતમ નથી થઈ ગયું. ટ્રમ્પ ક્યૂબેકમાં બે દિવસીય જી-૭ સમિટને વચ્ચે છોડીને સિંગાપુર રવાના થઈ ગયા હતા. તેઓએ વિમાનમાંથી જ ટ્‌વીટ કરી સમિટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
એક ઈન્ટરવ્યૂમાં મર્કેલે કહ્યુ કે, “આ સમય ઘણો જ પડકારજનક છે. વાતાવરણ નિરાશાજનક છે. જી-૭ સમૂહમાં બધું જ ખતમ નથી થઈ ગયું. હું ગુસ્સાવાળી ભાષાનો ઉપયોગ નથી કરવા માંગતી. મેં નિરાશાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. આનાથી જ મામલાની ગંભીરતાનો ખ્યાલ આવે છે.
કાર્સ પર શુલ્કને લઈને મર્કેલે કહ્યુ કે જર્મન કાર ઈન્ડસ્ટ્રીમાં ૮ લાખથી વધુ લોકો કામ કરે છે. અમે શું કરી શકીએ છીએ, તેના પર ફરી વિચારણા કરીશું. મને આશા છે કે યુરોપિય યુનિયન તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે.
ટ્રમ્પે કહ્યુ હતું રશિયાને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા સમૂહમાં બીજી વખત સામેલ કરવું જોઈએ. આ અંગે પણ મર્કેલે આપત્તિ વ્યક્ત કરી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY