રસ્તાઓ પર સીસીટીવી અને સેટેલાઈટથી રાખવામાં આવશે ચાંપતી નજર
ન્યુ દિલ્હી,તા.૧૧
અમરનાથ યાત્રાને પ્રભાવિત કરવા માટે પાડોશી દેશ પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે તૈયારીમાં છે. સુરક્ષા એજન્સીઓની ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમરનાથ યાત્રા પર આવનાર યાત્રીઓને નિશાન બનાવવા માટે લગભગ ૨૦૦ આતંકીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે યાત્રાના આખા માર્ગમાં તૈનાત કરવા માટે ઓછામાં ઓછા ૨૨ હજાર વધુ અર્ધસૈન્ય બળોની માગ કરી છે. અમરનાથ યાત્રા ૨૮ જૂનથી શરુ થઈ રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આખી યાત્રાના માર્ગમાં સુરક્ષા માટે યાત્રીઓના સંચાલનની સેટેલાઈટ મારફતે દેખરેખ, જામર લગાવવા, સીસીટીવી કેમેરા અને બૂલેટપ્રૂફ બંકર, તેમજ સ્કવોડ ડોગ્સને તૈનાત કરવા જેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ બાબતથી સંબંધિત અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા માટે સેના, અર્ધસૈન્ય બળ અને જમ્મુ-કાશ્મીર પોલીસને શામિલ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર પોલીસે યાત્રા માર્ગમાં તૈનાત કરવા માટે અર્ધસૈન્ય બળોની વધારાની ૨૨૫ ટુકડીઓની માગણી કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




