મુંબઈ,તા.૨
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પાંચ ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ છે, જાકે તેની સફળતા હંમેશાં સ્ટાર્સને આભારી ગણાવાઇ. કરિયરની શરૂઆતમાં તે કરિશ્માની જેમ ઊભરી આવી, પરંતુ પછી તેણે નિષ્ફળતા પણ જાઇ. હાલમાં તેની પાસે ‘કલંક’ ફિલ્મ છે.
આજકાલ વુમન સેન્ટ્રિક ફિલ્મોનું જાર છે, જાકે સોનાક્ષી ફિલ્મોને વુમન સેન્ટ્રિક ગણાવતી નથી. તે કહે છે કે ફિલ્મો તો ફિલ્મો હોય છે. જ્યારે કોઇ ફિલ્મમાં મેલ હીરો હોય ત્યારે તમે તેને મેલ સેન્ટ્રિક ફિલ્મો કહેતાં નથી તો પછી જે ફિલ્મમાં મહિલા હોય તેને વુમન સેન્ટ્રિક ફિલ્મ શા માટે કહેવામાં આવે છે? મારા ખ્યાલથી આ શરૂઆત છે.
એક સમય એવો પણ આવશે જ્યારે લગભગ એક મહિનામાં ત્રણ એવી ફિલ્મો રિલીઝ થશે ત્યારે તમે મને એવો સવાલ નહીં કરો કે મને આવી ફિલ્મોનું ભવિષ્ય કેવું લાગે છે? જાકે એટલું તો કહીશ કે આ ફિલ્મોનું ભવિષ્ય ઉત્તમ જ હશે.
સોનાક્ષી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની આઝાદીને લઇને થતી ચર્ચા વિશે વાત કરતાં કહે છે કે સ્ત્રીઓની આઝાદી વિશે હંમેશાં વધારીને વાત શા માટે કહેવામાં આવે છે? સ્ત્રીઓ જાતે જ પોતાના અધિકારો માટે સંગઠિત નથી. તેથી તેમના પર અત્યાચાર વધી રહ્યા છે તેનાથી વધુ દુર્ભાગ્યની વાત કોઇ ન હોઇ શકે.
આજે ૭૦ વર્ષ બાદ પણ આપણે આપણા હક માટે ઢંઢેરો પીટવો પડે છે. ઇન્ડસ્ટ્રીમાં ભાઇ-ભત્રીજાવાદની વાતને સોનાક્ષીનું સમર્થન નથી. તે કહે છે કે શું સલમાન ખાને મને ‘દબંગ’માંં માત્ર એટલે લીધી હતી કે માત્ર હું શત્રુઘ્ન સિંહાની પુત્રી છું, એવું જરાય નથી. છેલ્લાં સાત વર્ષથી મને સતત કામ મળી રહ્યું છે. હું આવી બધી બાબતોમાં માનતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



