ન્યુ દિલ્હી,
અટલ પેન્શન યોજના (છઁરૂ)ની મર્યાદા રૂ.૫,૦૦૦થી વધારીને રૂ.૧૦,૦૦૦ પ્રતિ માસ કરવા સરકાર વિચારી રહી છે. ફાઇનાÂન્શયલ સર્વિસ ડિપાર્ટમેન્ટના સંયુક્ત સચિવ મદનેશ કુમાર મિશ્રાનું કહેવું છે કે આ યોજના હેઠળ પેન્શન રકમ વધારવાની જરૂર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ નાણા મંત્રાલયને દરખાસ્ત મોકલી હતી. તેનો હેતુ વધુને વધુ લોકોને આ યોજના સાથે જાડવાનો છે.
અટલ પેન્શન યોજના હેઠળ હાલ રૂ.૧,૦૦૦થી રૂ.૫,૦૦૦ પ્રતિ મહિના સુધીના સ્લેબ છે. પીએફઆરડીએના ચેરમેન હેમંતજી કહે છે કે – આ અંગે ઘણો ફીડબેક મળ્યો હતો. તે પછી સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. લોકોનું કહેવું હતું કે ૬૦ વર્ષની ઉંમરમાં ૫,૦૦૦ રૂપિયા પર્યાપ્ત નહિ થાય.
પીએફઆરડીએએ ૨ બીજા પ્રસ્તાવો મોકલ્યા છે. તેમાં ઓટો એનરોલમેન્ટ અને મહત્તમ ૪૦ વર્ષ ઉંમરની મર્યાદાને વધારીને ૫૦ વર્ષ કરવા જણાવવામાં આવ્યું છે. તેનાથી આ યોજનામાં જાડાનારાઓની સંખ્યા વધી શકે છે.
જા તમે ૬૦ વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે ૧૦૦૦ રૂપિયા પેન્શન મળે એમ ઇચ્છતા હો અને ૧૮ વર્ષની ઉંમરથી આ યોજનામાં જાડાયા હો તો તમારે દર મહિને રૂ.૪૨ આપવા પડે. જા તમે રૂ.૫૦૦૦ પેન્શન ઇચ્છતા હો અને ૧૮ વર્ષની ઉંમરથી જાડાયા હો તો તમારે મહિને રૂ.૨૧૦ ચુકવવા પડે.
પીએફઆરડીએના જણાવ્યા અનુસાર, અટલ પેન્શન યોજનામાં હાલ ૧.૦૨ કરોડ લોકો જાડાયેલા છે. ૨૦૧૭-૧૮માં ૫૦ લાખ નવા જાડાયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૬૦-૭૦ લાખ સભ્યો જાડાવાની ધારણા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






