મુંબઈ,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા. સંબોધનમાં રાહુલે બીજેપી અને પીએમ મોદી પર જારદાર નિશાન સાધ્યું. રાહુલે કÌšં, “જેવી રીતે મુંબઈ તમામ ક્ષેત્રના લોકોનો ખ્યાલ રાખે છે અને તમામ લોકો એકસા મળીને કામ કરે છે, તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ ક્ષેત્રોનો ખ્યાલ રાખે છે અને એક વિશાળ ભારતના નિર્માણ માટે કાર્ય કરે છે.” રાહુલે કÌšં કે, અડવાણીજી મોદીજીના ગુરૂ છે પરંતુ તેઓ તેમનું સન્માન કરતા નથી. રાહુલે એમપણ કÌšં કે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં તમામ વિરોધપક્ષો ભેગા મળીને બીજેપીને હરાવશે.
રાહુલે કÌšં, “બીજેપી તાજેતરમાં કર્ણાટકમાં ચૂંટણી હાર્યું છે અને ગુજરાત ચૂંટણીમાં પણ પાર્ટી પોતાને માંડ બચાવી શકી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પાર્ટીનો ખાત્મો થશે અને આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં પણ કોંગ્રેસ અને તમામ વિરોધી પાર્ટીઓ ભેગા થઇને બીજેપીને હરાવીશું.”
રાહુલે કÌšં કે, “એક વરિષ્ઠ રાજકારણીએ મને કÌšં કે તેઓ છેલ્લાં ૫૦ વર્ષોથી કોંગ્રેસ વિરુદ્ધ લડતાં આવ્યા છે અને ૫૦ વર્ષો પછી તેમને સમજાયું છે કે આ દેશને કોઇ સલામત રાખી શકે તેમ છે તો તે કોંગ્રેસ પાર્ટી જ છે. તેમણે કÌšં કે માત્ર કોંગ્રેસ જ છે જે બીજેપી અને આરએસએસની વિચારધારાને હરાવી શકે છે.”
“એલ.કે. અડવાણી પીએમ મોદીજીના ગુરૂ છે, પરંતુ મેં ઘણી ઇવેન્ટ્સમાં જાયું છે કે પીએમ મોદી તેમના ગુરૂનું સહેજ પણ સન્માન કરતા નથી. આજે મને અડવાણીજી માટે ખૂબ ખરાબ લાગે છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને મોદીજી કરતા વધુ સન્માન આપ્યું છે.”
“અમે લોકો વાજપેયીજી વિરુદ્ધ ચૂંટણીમાં લડ્યા છીએ, પરંતુ આજે જ્યારે તેઓ બીમાર છે ત્યારે હું તેમને તાત્કાલિક મળવા ગયો હતો કારણકે હું કોંગ્રેસનો સૈનિક છું. વાજપેયીજીએ આપણા દેશ માટે કામ કર્યું છે અને આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે અમે તેમનું સન્માન કરીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. ”
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




