ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, લાયસન્સ ધારક જ વેંચી શકશે દિવાળીએ રાત્રે ૮થી ૧૦ વચ્ચે જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીં : સુપ્રીમ કોર્ટ

0
52

પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ થતું હોય તે જાવાની જવાબાદરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે,જો કોઈ ઓનલાઇન વેચાણ કરશે તો તેના વિરુદ્ધ કોર્ટના અનાદરનો કેસ કરવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૨૩
સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધને લઈને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને થયેલી એક અરજી પર સુનાવણી બાદ જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ અંગેનો ચુકાદો ૨૮મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય. કોર્ટે કહ્યું છે કે સુરક્ષિત હોય એવા ફટાકડાનું નિર્માણ અને વેચાણ ચાલુ રહેશે. જાકે, સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ મૂકી છે. સાથે કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ ફક્ત દિવાળી માટે જ નહીં પરંતુ બધા તહેવારોને લાગૂ પડશે.
સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇન્કાર કરતા કહ્યું છે કે, દિવાળીના સમયમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી અને ક્રિસમસ કે નવા વર્ષના દિવસે રાત્રે ૧૧ઃ૪૫થી ૧૨ઃ૪૫ સુધી જ ફટાકડા ફોડી શકાશે. જે પ્રમાણે ફક્ત લાયસન્સ ધારક દુકાનદારો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઓનલાઇન ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત રહશે. જા કોઈ ઓનલાઇન વેચાણ કરશે તો તેના વિરુદ્ધ કોર્ટના અનાદરનો કેસ કરવામાં આવશે.
આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક તહેવાર કે લગ્નોમાં પ્રતિબંધિત કેમિકલવાળા ફટાકડાનો ઉપયોગ નહીં કરી શકાય. આ ઉપરાંત નક્કી કરેલા ડેસિબલ સુધી અવાજ કરતા ફટાકડા જ ફોડી શકાશે. એટલે કે ભારે અવાજવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે જાડાયેલી અરજી પર વિચાર કરતા પહેલા ફટાકડા ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના ૧.૩ અબજ લોકોના સ્વાસ્થ્યના અધિકાર સહિત વિવિધ મુદ્દાઓને ધ્યામાં રાખવાં પડશે.
કોર્ટે કહ્યું, સંવિધાનના અનુચ્છેદ ૨૧ (જીવન અધિકાર) તમામ વર્ગો પર લાગૂ થાય છે, તેમજ ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ લગાવવાનો વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવું જરૂરી છે.
કોર્ટે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે ઉપાયો આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ લગાવવાથી તેનો લોકો પર શું પ્રભાવ પડશે.
નોંધનીય છે કે શિયાળાએ દસ્તક દેતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાયુ પ્રદૂષણ વધવા લાગ્યું છે. અહીં હવાની ગુણવત્તા ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે. દેશના અન્ય શહેરોમાં પણ દિલ્હીની જેમ પ્રદૂષણ વધી રÌšં છે. દિવાળી વખતે ફટાકડાના ધૂમાડાથી હાલત વધારે ખરાબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે, આ બાબતે દલીલો ચાલી રહી છે. એક વર્ગ એવું કહી રહ્યો છે કે દિવાળી પહેલા ફટાકડા પર કેવી રીતે પ્રતિબંધ લગાડી શકાય? બીજા વર્ગ પ્રદૂષણનું બહાનું આગળ ધરીને એવી દલીલ કરી રહ્યો છે કે ફટાકડા પર પ્રતિબંધ જરૂરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY