આકરી ગરમીમાં રાજપીપળા ની કરજણ નદીમાં નાહવા પડેલા વ્યક્તિનું ડૂબી જતા મોત

0
89

મધ્યપ્રદેશ નો યુવાન ગરમી ના કારણે કરજણ નદીમાં સ્નાન કરવા ગયો જ્યાં ડૂબી જતા નગરપાલિકા ની ફાયર ટીમે એનો મૃતદેહ બહાર કાઢતા પોલીસે તપાસ હાથ ધરી 

રાજપીપળા: રાજપીપળા ની કરજણ નદી માં સ્નાન કરવા ગયેલા યુવાનનું ડૂબી જતા મોત થયું હતું 

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ પડી રહેલી આકરી ગરમીમાં એમ પી ના કિઠડ ગામનો સકારામ સલાટ નામનો યુવાન મંગળવારે રાજપીપળા કરજણ બ્રિજ પાસે ની કરજણ નદીમાં નાહવા ગયા બાદ પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયો હતો ત્યારબાદ નદી કિનારે એનો મૃતદેહ દેખા દેતા નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ફાયટરો એ મૃતદેહ બહાર કાઢી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં પોહચાડતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY