પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા તમામ જીલ્લામાંથી લિસ્ટેડ બૂટલેગરોને યાદી મંગાવવામાં આવતા રાજ્યના બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે ચર્ચા છે કે બુટલેગરોએ તાત્કાલિક વહીવટદાર મારફતે ઉપરીઓને સંપર્કો કર્યા હોવાનું નકારી શકાય નહીં ત્યારે ભરૂચ જિલ્લો પણ રાજ્યની બહાર નથી અને ભરૂચ જિલ્લામાંથી ગત પાંચ વર્ષમાં કયા કયા બુટલેગર પર કેટલા કેસ કરવામાં આવ્યા,? રાજ્યભરમાં કયાકયા કેસ થયા? અને કયા કયા કેસમાં હાઈકોર્ટ દ્વારા જામીન મેળવી કે ક્વોશિંગ પિટિશન ધખલ કરી હાલ પણ બહાર ફરી રહ્યા છે ચર્ચાય છે કે ભરૂચ જિલ્લામાંથી પણ દારૂ પકડવા ની પ્રક્રિયા અવિરત પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ છાનાછપના ભરૂચ જિલ્લાના બુટલેગરો પણ જિલ્લામાં કે જિલ્લા બહાર રહી દારૂના વ્યવસાય ને વિકાસના માર્ગે આગળ લઇ જઇ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે સ્ટેટ સીઆઇડી ક્રાઇમના અધિક મહાનિર્દેશક દ્વારા કરાયેલા આદેશ ની અસર કેટલી આવશે? સાતત્યપૂર્ણ પાલન કરવામાં આવશે ?
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કેટલાક બુટલેગર ને છેલ્લા પાંચ વર્ષમાં કોને કોને પાસા થઈ અને પાસા રિવોક કરાવી ફરી પાછા સિંઘમ રિટન બની ગયા એ જાણવું પણ જરૂરી છે,તદઉપરાંત છેલ્લા 5 વર્ષ માં કોોની કોની પર વારંવાર ક્વોલિટી કેેસ થયા તેેંમની યાદી
પોલીસ ધારે તો પલકવારમાં માત્ર બે દિવસમાં આવા રિપોર્ટ કોમ્પ્યુટર સિસ્ટમ માંથી કાઢી એકબીજા જિલ્લા સાથે મેળવી રાજ્યના પોલીસ મહાનિરીક્ષકની મોકલી શકે છે ત્યારે જોવાનું એ રહે છે હવે આગળ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને એલસીબી દ્વારા શું પગલાં લેવામાં આવશે?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





