વ્યારા: તા. ૧૨:
તા. ૫મી, જૂન વિશ્વ પર્યાવરણ દિનથી તા. ૧૧મી, જૂન સુધી તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરફથી મળતી વિગતો અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા. ૫મી, જૂનથી તા. ૧૧મી, જૂન સુધી તાપી જિલ્લામાં સ્વચ્છ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે સ્વચ્છ પર્યાવરણ સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. સપ્તાહના પ્રથમ દિને વિશ્વ પર્યાવરણ દિનની .જવણી કરવામાં આવી હતી. લોકો શૌચાલયનો ઉપયોગ કરે, સ્વચ્છતા જાળવે તથા ઘનકચરાનું યોગ્ય વર્ગીકરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તા. ૬ઠ્ઠી, જૂનના રોજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામની જાહેર જગ્યાઓઅને ગ્રામ પંચાયતોની સામૂહિક સફાઇ કરવામાં આવી હતી. તા. ૭મી, જૂનના રોજ યોગ્ય સમયે હાથ ધોવાની રીતનું ડેમોન્સ્ટ્રેશન કરી ચોખ્ખા હાથ રાખવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત ઘર ઘર સફાઇ અને ઘરસુકા અને ભીના કચરાનું વિભાજન તથા લોકોને પલાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશે જાણકારી આપી, સ્વચ્છતા સંવાદ યોજવામાં આવ્યો હતો. તા. ૮મી, જૂનના રોજ જિલ્લાના ૩૩૯ ગામોમાં નિગરાની સમિતિ દ્વારા પ્રભાતફેરી અને ગ્રામજનોને સુકો અને ભીનો કચરો અલગ કરી ખાતર બનાવવા વિશે શીખ આપી ખુલ્લામાં શૌચ ન કરવા માટે સમજ આપવામાં આવી હતી. તા. ૦૯મી, જૂનના રોજ ૪૮ શાળા અને ૪૬ આંગણવાડીની સફાઇ કરવામાં આવી હતી જેમાં ૨૨૬ લોકોએ ભાગ લીધો હતો. તા. ૧૦મી, જૂનના રોજ સખીમંડળો દ્વારા ૨૦૬ ઘરોની મુલાકાત કરી સ્વચ્છતા સંવાદ અને પ્લાસ્ટિકનો ઓછો વપરાશ , પુન:ઉપયોગઅને રિસાયકલીંગ અંગે સમજ આપવામાં આવી હતી. તા. ૧૧મી, જૂનના રોજ ગ્રામસભામાં સ્વચ્છતા મીટીંગ યોજી પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા અને દરેક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરે એ માટે સંવાદ યોજી ૧૭ ગામોમાં સ્વચ્છ ફળિયા સ્પર્ધા યોજવામાં આવી હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિનામા તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






