નર્મદા જિલ્‍લામાં ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ જિલ્‍લાના ૧.૪૦ લાખ બાળકોને વિનામૂલ્યે રસીકરણ

0
182

રાજપીપલા કન્યા વિનયમંદિર હાઇસ્કુલ ખાતે ઓરી-રૂબેલા રસીકરણ અને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન ફેઝ- ૪ નો શુભારંભ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા: નર્મદા જિલ્‍લામાં ૨૩ મી જુલાઇ, ૨૦૧૮ થી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, સ્કુલના આચાર્ય જતીનભાઇ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. આ સાથે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન ફેઝ- ૪ ના કુપોષણની માર્ગદર્શિકાનું વિમોચન કરી મહાનુુભાવો દ્વા્વારા શુભારંભ કરવામા આવ્યો.

નર્મદા જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામાએ પ્રેરક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થામાંથી પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં પાંચ રસી મુકવામાં આવે છે. આ રસીનો તેમાં ઉમેરો થયો છે. દરેક ૯ માસથી ૧૫ વર્ષના બાળકોએ રસી લેવી જરૂરી છે. જેથી ઓરી જેવા રોગથી રક્ષણ મળે છે. આ રસી સલામત છે. તેવો સંદેશો સૌએ આપતા રહેવા શ્રી નિનામાએ અપીલ કરી હતી.

નર્મદા જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્‍યું હતું કે, ૧૬ મી જુલાઇથી રાજ્યમાં ઓરી-રૂબેલાની રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. નર્મદા જિલ્‍લામાં આજથી પ્રારંભ થયેલા ઓરી-રૂબેલા અભિયાનમાં જિલ્‍લાના ૧.૪૦ લાખ જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવશે. આ રસી શાળા, પ્રાથમિક / સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સીવીલ હોસ્પિટલમાં વિના મૂલ્યે આપવામાં આવશે. તાલીમબધ્ધ આરોગ્યકર્મી દ્વા્વારા જ આ રસી આપવામાં આવે છે. સને- ૨૦૨૦ સુધીમાં ઓરી-રૂબેલા નિયંત્રણ કરવાનું સરકારનું લક્ષ રહેલ છે. વયમર્યાદામાં આવતા બધા બાળકો રસીનો લાભ લે તેવી શ્રી વિલીયમે અપીલ કરી હતી. આજથી કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન ફેઝ- ૪ નો પણ આ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

નાંદોદ વિસ્તારના ધારાસભ્ય પી.ડી. વસાવાએ નર્મદા જિલ્‍લો આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર છે, તેમ જણાવતાં કહ્યું હતું કે, જિલ્‍લાનાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતે જાગૃત છે. તેઓ ધગશથી કામ કરે છે, તેથી વહિવટીતંત્ર દોડતું રહે છે. જિલ્‍લાનાં પ્રશ્નોનું પણ તત્કાલિક ધોરણે ઉકેલ લાવે છે. જિલ્‍લાના લોકો નિરોગી રહે તે માટેનું આ સુંદર કામગીરી છે, તેમ જણાવી જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામા તથા અન્ય અધિકારીઓને તેમણે બિરદાવ્યા હતાં.

નર્મદા જિલ્‍લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવીએ અફવાથી ગભરાયા વિના નિડર થઇ રસી લેવા બાળકોને અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્‍લા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, જેમ દેશમાંથી પોલીયો મુક્ત થયો તેમ ઓરી-રૂબેલાથી મુક્ત થવાનું છે. આપણા આરોગ્ય માટે નિડરતાથી રસી મુકાવવા દેશમુખે અનુરોધ કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY