અમે હંમેશા ગઠબંધનના હિસાબે સરકાર ચલાવી, ભાજપના આરોપો ખોટા: મુફ્તિ

0
58

શ્રીનગર,તા.૨૪
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ આપ્યો છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા અમિત શાહ પર નિશાન સાધ્યું છે.
મહેબૂબા મુફ્તીએ ગઠબંધન તૂટવા મુદ્દે ટ્‌વીટ કરી દરેક આરોપોનો જવાબ આપ્યો. તેમણે ભાજપના આરોપો પર પલટવાર કરતાં કહ્યુ કે, અમે હંમેશા ગઠબંધનના હિસાબે સરકાર ચલાવી. ભાજપે અમારા પર ઘણાં ખોટાં આરોપો લગાવ્યાં છે. ૩૭૦ પર સ્થિતી અને પથ્થરબાજા વિરુદ્ધ કેસ પરત લેવાંની વાત પહેલાંથી જ નક્કી હતી. કાશ્મીરમાં આ ગઠબંધનનો એજન્ડા રામમાધવે તૈયાર કર્યો હતો, રાજનાથસિંહ જેવા નેતાઓએ તેને મંજુરી આપી હતી.
તેમણે કહ્યુ કે, ગઠબંધનના એજન્ડામાં આર્ટિકલ ૩૭૦ યથાવત્, પાકિસ્તાન અને હુરિયત સાથે વાતચીત આગળ વધારવી, પથ્થરબાજા વિરુદ્ધ ચાલી રહેલાં કેસ પરત લેવાંની સાથે જરૂરિયાત મુજબ સીઝફાયર લાગૂ કરવાની વાત કરવામાં આવી હતી.
તેમજ તેમણે કહ્યુ કે, તે આરોપ ખોટા છે કે, અમે જમ્મુ અને લદ્દાખ વિસ્તાર સાથે સોતેલો વ્યવહાર કર્યો છે. તે સાચું છે કે, કાશ્મીરમાં ઘણાં સમયથી અશાંતી છે. જે સિવાય ૨૦૧૪માં આવેલાં પુરને કારણે સ્થિતી વધારે બગાડી. તેથી ઘાટીને અટેંશનની જરૂર હતી, પરંતુ તેનો અર્થ તે નથી કે અમે બીજા ક્ષેત્રોમાં ધ્યાન નથી આપ્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY