યૂપીના મૈનપુરીમાં ડબલ ડેકર પેસેન્જર બસ પલ્ટી જતાં ૧૭ લોકોના મોત

0
6

સમગ્ર ઘટનામાં ૩૫થી વધુ લોકો ઘાયલ થયા
મૈનપુરી,
ઉત્તર પ્રદેશના મેનપુરીમાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માતમાં ૧૭ લોકોના પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. મળતી માહિતી પ્રમાણે જયપુરથી ફરુખાબાદ જઇ રહેલી ડબલ ડેકર પેસેન્જર બસ અનિયંત્રિત થતાં પલટી ગઇ. મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઘાયલોને સેફઇ મિની પીજીઆઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં લગભગ ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.
આ ઘટના સવારે દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અહેવાલમાં જણાવાયા અનુસાર એસપીએ અત્યાર સુધી ૧૭ લોકોનાં મોત થયાની વાતને સમર્થન આપ્યું છે જ્યારે ૩૫ થી વધુ લોકો ઘાયલ થયા છે.મેનપુરી પોલીસ દળની સાથે એસપીએ ઘટનાસ્થળ પર હાજર મૃતકોના મૃતદેહ શબગૃહ અને ઘાયલ યાત્રીઓને તરત જ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. મેનપુરીમાં તેજ સ્પીડથી બસે પલટી મારતાં ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૩૫ લોકોને ઈજા થઈ છે અને ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ ડ્રાઈવર ભારે સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. દુર્ઘટનાની ભયાનકતા જાઈને આશંકા સેવવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યાં છે. દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડબલ ડેકર ટૂરિસ્ટ બસ અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય અનેક મુસાફરોને ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
આજે સવારે જયપુરથી ફરુખાબાદ જઇ રહી ટૂરિસ્ટ બસ અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે અથડાતાં બસ પલટી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત ઘટના સ્થળે જ નીપજ્યાં હતાં, જ્યારે બીજા ૧૨ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મેનપુરી એસપીએ અત્યાર સુધી ૧૭ લોકોના મોતની પુષ્ટિ કરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY