બેંગ્લુરુ,
કર્ણાટકના પાટનગર બેંગાલુરુની જયનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. કર્ણાટકમાં સત્તામાં આવેલી કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર માટે આ એક સારા સમાચાર છે. સવારે આઠ વાગ્યે જયનગર વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ હતી. ૧૬ રાઉન્ડ સુધી ચાલેલી કાઉÂન્ટંગમાં કોંગ્રેસને ૫૪ હજાર ૪૫૭ અને ભાજપને ૫૧ હજાર ૫૬૮ વોટ મળ્યા હતા. અહીં કોંગ્રેસની ૩૭૭૫ વોટની સરસાઈથી જીત થઈ છે. જયનગર બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
આ બેઠક પર ૧૧ જૂને મતદાન થયું હતું. ચૂંટણી પંચ પ્રમાણે.. જયનગરના કુલ ૨૧૬ પોલિંગ બૂથો પર ૫૫ ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બી. એન. વિજયકુમારનું મતદાનના થોડા સમય પહેલા નિધન થયું હતું.. તેના કારણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરાવ્યું હતું અને ૧૧ જૂને અહીં વોટિંગ કરાવાયું હતું.
જયનગર બેઠક પથી કોંગ્રેસના સિદ્ધારમૈયા સરકારમાં ગૃહ પ્રધાન રહેલા રામાલિંગા રેડ્ડીના પુત્રી સૌમ્યા રેડ્ડી કોંગ્રેસના ઉમેદવાર હતા. સૌમ્યા રેડ્ડીને સમર્થન આપતા જેડીએસએ ઉમેદવાર ઉતાર્યો ન હતો. ભાજપે દિવંગત બી. એન. વિજયકુમારના ભાઈ બી. એન. પ્રહલાદને ટિકિટ આપી હતી. કર્ણાટકમાં એમએલસીની ચૂંટણીના પણ પરિણામ આવી ચુક્યા છે. તેમાં ભાજપને ત્રણ, જેડીએસને બે અને કોંગ્રેસને એક બેઠક પર જીત પ્રાપ્ત થઈ છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





