ના..હોય… ૭ વર્ષીય બાળકીએ ૧૫,૭૫૦ ફૂટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કર્યું..!!

0
9

વડોદરા,
વડોદરાની ધો.૨ની વિદ્યાર્થિનીએ સાત વર્ષની ઉંમરે પિતા સાથે ઉત્તરાખંડમાં ૧૫,૭૫૦ ફૂટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કર્યું હતું. પિતા-પુત્રીએ રૃપકુંડ સ્થિત ફ્રોઝન લેઇક સુધીનો સફર દસ દિવસમાં સર કર્યો હતો.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતાં ઉજ્જવલ નાગર ખાનગી ટયૂશન ક્લાસના સંચાલક છે. ઉજ્જવલભાઈની સાત વર્ષની પુત્રી લવીસ્કા સમા વિસ્તારની નવરચના સ્કૂલમાં ધો.૨માં અભ્યાસ કરે છે. સાત વર્ષની લવીસ્કાએ પિતા સાથે ઉત્તરાખંડમાં ૧૫,૭૫૦ ફૂટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કર્યું હતું. ઉજ્જ્‌વલ નાગરે જણાવ્યું હતું કે, રૃપકુંડ ખાતે ફ્રોઝન લેઇક છે, જ્યારે સપ્ટેમ્બર અને ઉનાળાની ઋતુમાં જઈ શકાય છે. હું અને લવીસ્કા રોજે દસ કિ.મી. ચાલતાં હતાં. આ પર્વત સર કરવાની સાથે અમે બંને રસ્તામાં દેખાતો પ્લાસ્ટિકનો કચરો એક બેગમાં ભરતાં હતાં. અમે લગભગ બાર કિલો જેટલો પ્લાÂસ્ટકનો કચરો એકત્ર કરી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કર્યો હતો. આ કામ બદલ ગ્રીન ગેટર નામની સંસ્થાએ લવીસ્કાને પ્રમાણપત્ર આપ્યું હતું.
લવીસ્કાનાં સાઇઝના જેકેટ અને મ્રાઇક્રો સ્પાઇક શૂઝ ખાસ જર્મનીથી મગાવવા પડયાં હતાં. લવીસ્કા ત્રણ વર્ષની ઉંમરથી એથ્લેટિક્સની ટ્રેનિંગ લે છે. આ પહેલાં પણ અમે નાના-મોટા ટ્રેક કર્યાં છે. હવે અમારું લક્ષ્ય આફ્રિકાના તન્ઝાનિયાનો ૧૯,૭૦૦ કિ.મી.નો માઉન્ટ કિલીમાંજારો પર્વત સર કરવાનું છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY