વીરપુર દારૂ પ્રકરણ : ફરજમાં બેદરકારી બદલ પીએસઆઇ સસ્પેન્ડ

0
74

રાજકોટ,
તા.૭/૩/૨૦૧૮

રાજકોટ આરઆરસેલ પોલીસ દ્વારા બે દિવસ પહેલા વીરપુર નજીક ૧.૧૧ કરોડનો વિદેશી દારૂ ભરેલી બે ટ્રક ઝડપી પાડી હતી. તેમજ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આમાં વીરપુરના પીએસઆઇ એન.કે. મકવાણાની ફરજમાં બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

બે દિવસ પહેલા વિરપુર નજીક આવેલ અંકુર હોટલ પાસે વિદેશી દારૂ ભરેલા ટ્રકની ડિલિવરી થતી હોવાની બાતમીને આધારે આરઆર સેલના પીએસઆઈ કૃણાલ પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડી ભાણવડના બે શખ્સો સહિત પાંચ શખ્સોને ઉઠાવી લઈ ૧.૧૧ કરોડનો દારૂ, બે ટ્રક મોબાઈલ સહિત ૧.૯૧ કરોડની મત્તા કબ્જે કરી હતી. પોલીસે દારૂ સાથે પકડાયેલા ભાણવડના કાના આલા કોડીયાતર, સાગર પ્રભુદાસ બાવાજી તેમજ પંજાબનો ટ્રક ચાલક કાશ્મીરસિંઘ, ક્લીનર હરજીન્દરસિંઘ શીખ તેમજ અન્ય ટ્રક ડ્રાઈવર સોમનાથ પ્રતાપસિંઘની પૂછપરછમાં રાજસ્થાનથી દારૂ મોકલનાર સુરેશ તેમજ દારૂ મગાવનાર અરજણ આલા, ભાણવડ અને બન્ને ટ્રકનું પાઈલોટિંગ કરનાર સ્વીફ્ટ કાર ચાલક વિરો રબારી અને ટ્રક માલીક ધરમસિંઘ ઉર્ફે પાંડેનું નામ ખુલતા પોલીસે ચારેય શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY