વાપી,
વાપી પાલિકાના માજી પ્રમુખે પણ પોતાના વોર્ડની સમસ્યાઓ માટે મોરચો લઇને આવવું પડ્યું. વાપી નગર પાલિકાના વોર્ડ નંબર ૫માં આવેલા ડુંગરાના ડુંગરી ફળીયા, આહીર ફળીયા અને ધોડિયા વાડ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનેલી ગટર ઉપર દબાણ થતા ખુદ વાપી પાલિકાના માજી પ્રમુખ પરેશ દેસાઇએ પોતાના વિસ્તારની મહિલાઓ સાથે પાલિકા કચેરીએ મોરચો લાવી રજૂઆતો કરી હતી.
વાપી પાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૫ ડુંગરા ડુંગરી ફળીયાના આહીર ફળીયા અને ધોડિયાવાડ વિસ્તારમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટે બનેલી ગટરના ભાગ ઉપર અનેક દબાણો કરવામાં આવ્યા છે જેમાં ગટરના પાણીને અવરોધ ઉભો થાય તે રીતે માલી સમાજની વાડીના મકાનનો કેટલોક ભાગ તેમાં ગેરકાયદે ઉભો કરી દેવામાં આવ્યો હતો જેને અગાઉ પાલિકા દ્વારા માર્જિન પણ નક્કી કરવામાં આવ્યું હતું
તેને ડીમોલેશન માટે લોકોની ફરિયાદ બાદ દૂર કરવાનું પણ ઠેરવવામાં આવ્યું હતું છતાં પાલિકા દ્વારા તેનું ડીમોલેશન કરવામાં ના આવતા સ્થાનિકોને ગટરના પાણીનો ભરાવો થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેમજ ચોમાસુ પણ સામે જ હોય ત્યારે આજે ડુંગરા ડુંગરી ફળીયા વિસ્તારની અનેક મહિલાઓ ડુંગરી ફળીયાના કોર્પોરેટર બબલુ ખાન તેમજ માજી પાલિકા પ્રમુખ પરેશ દેસાઈ સહીત પાલિકા પર મોરચો લઇને પંહોચ્યા હતા અને ધારદાર રજૂઆત પાલિકા સી ઓ દર્પણ ઓઝાને કરી હતી. તેમણે તમામની સમસ્યાને સાંભળીને ગટર ઉપર બનેલ દબાણો ગુરુવારના રોજ દૂર કરવા માટેની ખાતરી આપી હતી
આ મહિલાઓને માજી પ્રમુખે ટેમ્પામાં ભરી પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆતો માટે પાલિકા કચેરીએ મોરચારૂપે લાવવાની ફરજ પડી હતી જે બતાવે છે કે તેમણે પોતે પોતાના પ્રમુખકાળ દરમ્યાન કેટલી યોગ્ય કામગીરી કરી હશે. જા કે યોગ્ય કામગીરી કરી હોત તો કદાચ પોતાના વિસ્તારમાં દબાણો થાત નહીં અને લોકોને પરેશાની ભોગવવાનો સમય આવત નહીં.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






