પૂર્વ કચ્છના નવી મોટી ચીરઇ ગામ માંથી ઈંગ્લીશ શરાબ ઝડપી પાડતી ગાંધીધામ એલ.સી.બી પોલીસ…

0
201

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના બેન પટેલ ગાંધીધામ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ગાંધીધામના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.જાડેજા ને મળેલ બાતમી હકીકતને આધારે નવી મોટી ચિરઈ ગામમાં રહેતા હઠુભા કાનજીભા જાડેજા ઈંગ્લીશ દારૂ વેચાણ કરે છે અને ઈંગ્લીશ દારૂનો જથ્થો નવી મોટી ચિરઇ ગામમાં કોલી વાસ ની બાજુમાં આવેલ ગ્રામ પંચાયત આવાસના ના તેના કબ્જા ભોગવટાના મકાન નંબર-૧૮ માં રાખેલ છે જેઆધારે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ખાંટ તથા સ્ટાફ ને મળેલ બાતમી આધારે સુચના આપતાં બાતમીવાળી જગ્યાએ આવેલ મકાનમાં તપાસ કરતાં હઠુભા કાનજીભા જાડેજા હાજર મળી આવેલ નહી પરંતુ મકાનમાંથી ગોવા સ્પેશીયલ પ્રિમીયમ વહીસ્કી ક્વાટરીયા નંગ.૪૩૨ કિંમત રૂ૪૩,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં એલ.સી.બી., ગાંઘીધામના પોલીસ ઇન્સ્પેકટર જે.પી. જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ખાંટ તથા સ્ટાફના એ.એસન.આઇ લક્ષ્મણ આહીર પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર, પ્રહલાસિંહ ચુડાસમા નરસિંહ પઢીયાર પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિહ જાડેજા, કમલેશ ચાવડા, અજયસિંહ ઝાલા તથા ડ્રાઇવર મેરકુ આલાણી વગેરે જોડાયા હતાં આરોપીને પકડવા સહિતની આગળની કાર્યવાહી ભચાઉ પોલીસ ચલાવી રહી છે

બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY