આરએમસી વાને સફાઈકર્મીને ચગદી નાખતા વાલ્મિકી સમાજમાં રોષ ભભૂક્યો

0
13

રાજકોટ,
શહેરના રૈયાધાર વિસ્તારમાં સફાઇ કર્મચારીને મહાનગરપાલિકાની વાને ચગદી નાખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇને પોલીસ દોડી ગઇ હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવને લઇને વાલ્મિકી સમાજમાં રોષ જાવા મળ્યો હતો અને હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
ટીપરવાનના ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવા છતાં નોકરી પર રાખવામાં આવ્યો હતો. મનપાની બેદરકારીને કારણે મોત નીપજ્યાના આક્ષેપો થઇ રહ્યા છે. સીસીટીવીમાં જાવા મળી રહ્યુ છે કે, સફાઇ કર્મચારી દીવાલ પાસે ઉભો છે ત્યારે ટીપરવાનનો ચાલક રિવર્સ ગાડી લે છે. આથી સફાઇ કર્મચારીનું દીવાલ સાથે જ દબાઇ જાય છે. બાદમાં ટીપરવાન આગળ લેતા સફાઇ કર્મચારી ત્યાં જ ઢળી પડે છે. પોલીસે ટીપરવાનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY