ભરૂચ નગર સેવા સદન નો અઢી વર્ષનો સમય ગાળો પૂર્ણ થયા બાદ બીજા અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સુરભી તમાકુવાલા અને ઉપ પ્રમુખ તરીકે ભરત શાહની વરણી થયા બાદ આજ રોજ સવારે અગિયાર કલાકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.શાસક અને વિરોધ પક્ષ ના સભ્યો તેમજ શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે જોવાનું એ રહે છે કે લોકસભા ની ચૂંટણી સામે છે શહેર ના વિવિધ પ્રશ્નો નો નિકાલ લાવવામાં નવી ચૂંટાયેલી ભાજપા ની આ પાંખ શહેર ના નાગરિકો ની કસોટી માં ભાજપ ની નૈયા પાર ઉતારવામાં સફળ થશે કે કેમ તેતો સમય જ બતાવશે હાલ તો નવા વરાયલા ને વધવા નો માહોલ જોવા મળ્યો હતો.


રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







