આજે ૧૪ મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ,જિલ્લા પંચાયત ભરૂચ અને જિલ્લા એન.સી.ડી.સેલના સંયુક્ત ઉપક્રમે સેવાશ્રમ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.00

અખાય વિશ્વમાં ૧૪ મી જૂને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવામાં આવે છે જેના ભાગરૂપે
આજ રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ,જિલ્લા પંચાયત ભરૂચ અને જિલ્લા એન.સી.ડી.સેલના સંયુક્ત ઉપક્રમે સેવાશ્રમ બ્લડ બેંક ખાતે ભરૂચ હોસ્પિટલના સ્ટાફ,ડોકટરો,સહિત સ્વૈચ્છિક રક્ત દાતાઓએ પોતાનું રક્ત દાન કર્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે.ત્રિપાઠી,ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જન ઔદીચ્ય,ડો.કેશવકુમાર,ડો.સોનલ વસાવા,જયોતિ પટેલ, ડો,ઉપાધ્યાય ડો.અભિનવ શર્મા,ડો.મુકેશ ગર્ગ સહિત મોટી સંખ્યામાં હોસ્પિટલ સ્ટાફ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





