સરકારી અનાજ પુરવઠા નિગમના ત્રણ ગોડાઉન મેનેજર અને કલાર્ક લાંચ લેતા ઝડપાયા

0
41

 

રાજપીપળા પુુરવઠા ગોડાઉન મેનેજર સોનજી વસાવા સહીત તિલકવાડા અને સાગબારા ના ગોડાઉન મેનેજર તેમજ એક જુનિ.ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ 

પુરવઠા વિભાગ માં ચાલતા ભ્રસ્ટાચાર બાબતે વારંવાર ફરિયાાદો ઉઠી છે ત્યારે હજુ ઘણા લાંચિયાા અધિકાારીઓ ની પોલ ખુલી શકે એમ  છેે 

રાજપીપળા: નર્મદા જિલ્લા પુરવઠા ખાતા માં ચાલતા ભ્રરસ્ટાચાર બાબતે વારંવાર ફરિયાદો ઉઠી હતી ત્યારે આજે એ સી બી એ રાજપીપળા ખાતે આવેલા પુરવઠા ના ગોડાઉન ના મેનેજર સૌનજી વસાવા સહીત અન્ય ત્રણ પૈકી મુકુંદ મહેન્દ્ર વસાવા જુનિયર ક્લાર્ક, રાજપીપળા,ત્રિવેદીભાઈ,ગોડાઉન મેનેજર, સાગબારા, હશમુખ જે પટેલ,ગોડાઉન મેનેજર ,તિલકવાડા સહીત કુલ ચાર વ્યક્તિઓ ને લાંચ લેતા ઝડપી પડ્યા હતા

જાણવા મળ્યા મુજબ ફરિયાદ કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ માં પરિવહન ઈજારેદાર છે અને તે એફ સી આઈ ભરૂચ થી સરકારી અનાજની ગાડીયો ભરી રાજપીપળા ખાતેના મુખ્ય ગોડાઉન પર માલ મોકલવાનો હોય ત્યારે માલ માં ઘટ આવે છે માલ ઓછો આવે છે એમ ખોટા બહાના કાઢી આક્ષેપિતો એ ફરિયાદી પાસે કુલ 18 હજાર રૂપિયા ની માંગ કરતા ફરિયાદી એ આ બાબતે એ સી બી માં ફરિયાદ કરતા એ સી બી એ છટકું ગોઠવી લાંચ ની રકમ માં આરોપી એક સોનજી વસાવા એ રૂપિયા 10 હજાર તથા આરોપી બે એટલેકે મુકુંદ વસાવા એ 8 હજાર રૂપિયા સ્વીકારી એક બીજાને મદદગારી કરી રંગે હાથ પકડાઈ જઈ ગુનો કરતા આ સફળ ટ્રેપ કરનાર નર્મદા એ સી બી ના પી આઈ પી ડી બારોટે વડોદરા એ સી બી ના મદદનીશ ઇન્ચાર્જ જી ડી પલસાણા ના સુપરવિઝન હેઠળ આ સફળ ટ્રેપ પુરી કરી આરોપીયો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરતા નર્મદા જિલ્લા માં અન્ય લાંચિયા અધિકારીઓ માં ફફડાટ ફેલાયો હતો

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY