પ્રેમસંબધમાં એક ન થઈ શકવાને કારણે જીવન ટુંકાવ્યુ, પ્રેમિકાની ઉમર માત્ર ૧૬ વર્ષ

0
77

રાજકોટ,
તા.૯/૩/૨૦૧૮

પ્રેમીપંખીડાએ ઝેર દવા પીને મોતને વ્હાલુ કરી લેતા ખળભળાટ મચ્યો

રાજકોટમાં નાની ઊંમરના પ્રેમ પંખીડાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા એક કારખાનાની બહાર ૨૦ વર્ષનો યુવક અને ૧૬ વર્ષની પ્રેમિકાએ આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો સર્જાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ફોરચ્યુન હોટલની બહાર આવેલા તિરૂપતી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની બહાર એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા બંનેએ ઝેરી પીધું હોવાનુ સામે આવ્યું હતું. પોલીસ તપાસ કરતા આ યુવક આંબેડકર નગર-૧૪માં રહેતો જયેશ ચંદ્રપાલ (ઉંમર ૨૦ વર્ષ) છએ અને યુવતી તેની શેરી પાસે જ રહેતી ગાયત્રી (ઉંમર ૧૬ વર્ષ) હોવાનું ખૂલ્યું હતું. આ બંને જણા વહેલી સવારે ઘરેથી ગુમ થઈ ગયા હતા, જેથી તેમની શોધખોળ શરૂ કરાઈ હતી. બંને જણા પ્રેમમાં હોવાનું તેમના પરિવારજનો જાણતા હતા. આ બંને જણા એક જ જ્ઞાતિના હતા, તેથી તેમના લગ્નમાં પણ કોઈ બાધા ન હતી અને પરિવારજનો પણ તૈયાર હતા. પંરતુ યુવતીના ઊમર નાની હોવાથી તેમના પરિવારજનોએ હાલ લગ્ન નહિ થઈ શકે તેવું જણાવ્યું હતું. તેથી બંનેએ એકબીજાનો વિરહ જીરવી ન શક્તા આત્મહત્યાનુ પગલું ભર્યું હતું.

બંનેનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોને જાણ કરાઈ હતી. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પહેલા ગાયત્રીનું અને બાદમાં જયેશનું નિપજ્યુ હતું. તેમના પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે, આ બંને અગાઉ પણ ભાગી ગયા હતા અને પોલીસ મથકમાં સામેથી રજૂ થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY