રક્તદાન..મહાદાન..!! વડોદરાના ડા. ગાંધીએ જીવનમાં ૧૧૬ વખત રક્તદાન કર્યું

0
54

વડોદરા,
૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે વડોદરા શહેરમાં એવા બે લોકો છે કે, જેમણે રક્તદાન કરવા અને કરાવવા અસંખ્ય લોકોને પ્રેરી મહાદાનને નિભાવ્યું છે. વડોદરા શહેરના ડા.નવનીત ગાંધીએ જીવનમાં ૧૧૬ વખત રક્તદાન કર્યું છે. જ્યારે મુળ જૂનાગઢ અને હાલ વડોદરામાં સ્થિત ડા. આર. બી. ભેંસાણિયાએ લગ્નોમાં વર-વધૂ, જાનૈયા સુદ્ધાંને તથા બેસણાં અને સ્મશાનોમાં બ્લડ ડોનેશન કરાવી ૨ લાખ જેટલાં લોકોને રક્તદાન માટે પ્રેર્યા છે.
પોતાનો અનુભવ વર્ણવતા ડા. આર. બી. ભેંસાણિયાએ જણાવ્યુ હતુ કે, સયાજી હોસ્પિટલમાં મારી ગાયનેક તરીકેની પ્રેક્ટિસ શરૂ હતી. ત્યારે એક આદિવાસી મહિલાને બ્લડની જરૂર હતી. તેના પતિને વાત કરતાં તે ભાગી ગયો હતો અને કહ્યું હતું કે, બીજી પત્ની કરીશ. પરંતુ લોહી ન આપું. ત્યારે મને થયું કે રક્તદાન અંગે લોકોમાં જાગૃતિની જરૂરિયાત છે. મેં લોકોને પ્રેરણા આપવાનું શરૂ કર્યું અને ૨૫ વર્ષથી હું બ્લડ ડોનેટ કરાવું છું. લોકો ટેÂક્નકલ રીતે રક્તદાન વિશે સમજાવીએ તો તે સમજતા નથી. ઇમોશનલી સમજણ આપવી પડે છે. જે રીતે માતાના દુધનો વિકલ્પ નથી તે રીતે લોહીનો વિકલ્પ નથી. એક વખત રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિની જીદંગી બચી શકે છે. નાત-જાત જાયા વિના રક્તદાન કરવું જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY