આઈએસ માટે લડવા ગયેલા કેરળના ચાર વ્યક્તિના અફઘાનિસ્તાનમાં મોત

0
53

કાસરગોડ,
તા.૧/૦૪/૨૦૧૮

કેરળના કાસરગોડથી આઇ.એસ.માં જાડાઈને લડવા ગયેલા ચાર યુવાનોના અફઘાનિસ્તાનમાં મોત થયા છે. એક બોંબ વિસ્ફોટમાં તે ચારે માર્યા ગયા હતા. જેમાંના ત્રણ યુવાનો તો એક જ પરિવારના છે. કેરળ પોલીસના એક ગુપ્તચર અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, અમને આ સમાચાર પ્રાપ્ત થયા છે પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ તરફથી હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. અધિકારીએ ગુપ્તતાની શરતે કહ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં શિહાજ, તેની પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. તે ઉપરાંત એક અન્યવ્યક્તિનું પણ મૃત્યુ થયું છે પણ વધુ જાણકારીની રાહમાં છીએ.

આ પ્રમાણે આઇ.એસ.માં જાડાઈને માર્યા જનારાઓની કુલ સંખ્યા ૮ થઈ ગઈ છે જે પૈકી ૪ના મૃત્યુની ગત વર્ષે, તપાસ એજન્સી એન.આઇ.એ.એ પુષ્ટ કરી હતી. મુખ્ય પ્રધાન કાર્યાલયે ૨૦૧૬માં જાણકારી આપી હતી કે રાજ્યના એક બાળક સહિત ૨૧ વ્યક્તિ ગુમ છે. જે આઇ.એસ.માં જાડાવા માટે વિદેશ જતા રહ્યાની શક્્યતા છે જેમાં ૪ વ્યક્તિ પલક્કડ જિલ્લાના છે જ્યારે ૧૭ વ્યક્તિ કાસરગોડ જિલ્લાની છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY