સુરત,
તાપીના ઘસિયામેધા ગામે એસીબીની ગેરકાયદે ચાલતા રેતીખનન પર રેડ પાડવામાં આવી હતી. ત્યારબાદ ભુસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૫થી વધુ ટ્રક, ૫થી વધુ જેસીબી અને ૧૦ જેટલી નાવડી જપ્ત કરવામાં આવી છે. વધુ કાર્યવાહી ચાલી રહી છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઘસિયામેધા ગામે ગત રાત્રે એસીબી દ્વારા ગરકાયદે રેતીખનન પર રેડ પાડવામાં આવી હતી. દરમિયાન મામલો ગરમાયો હતો. જેથી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ ભુસ્તર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને સુરત, તાપી અને નવસારીના ભુસ્તર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨૫થી વધુ ટ્રક, ૫થી વધુ જેસીબી અને ૧૦ જેટલી નાવડી જપ્ત કરવામાં આવી હતી. હાલ ભુસ્તર વિભાગ દ્વારા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી રહી છે. અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





