એચડીએફસી બેંકમાં ૨૪ હજાર કરોડ રૂ.ના વિદેશી સીધા રોકાણને કેન્દ્રની મંજૂરી

0
23

ન્યુ દિલ્હી,
ભારતીય બેંકિંગ સિસ્ટમને મજબૂતી આપવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાંક પગલાં અતર્ગત ખાનગી ક્ષેત્રની માંધાતા બેંક HDFCમાં વિશેષ મૂડીની આપૂર્તિ માટે ૨૪ હજાર કરોડના સિધા વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણાં પ્રધાન પીયૂષ ગોયલે આ વિશે ઘોષણા કરતા કહ્યુ કે HDFC બેંકમાં આ વિદેશી રોકાણ ૭૪ ટકાના અનિવાર્ય મર્યાદામાં જ હશે.
મંત્રીમંડળની બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતું કે આ રોકાણ છતાં વિદેશી મૂડી ૭૪ ટકાની નિયત કરાયેલી સીમામાંજ રહેશે. વર્તમાનમાં આ બેંકમાં વિદેશી ઈક્વિટી હોલ્ડિંગ ૭૨.૬૪ ટકા છે. જે આ રોકાણથી વધીને ૭૪ ટકા થઈ જશે.
ગોયલે વધુંમાં કહ્યુ કે આ રીતે બેંકની મૂડીગત જરૂરિયાતની પૂર્તિ થશે અને બેંકની સ્થિતિ મજબૂત મળશે. બેંક આ મૂડીથી પોતાના નેટવર્ક, બ્રાન્ચો અને સાથે જ ડિજિટલ બેંકિંગના ક્ષેત્રમાં વિસ્તાર કરશે તેમ જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ સરકારી બેંકો (PSU બેંકો)ની સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ એનપીએ છે. આ નોન પરફોર્મિગ એસેટ કે જે સ્ટ્રેસ્ડ એકાઉન્ટસ બની ગયા છે તેને લીધે બેંકોને વેંઠવું પડી રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY