ન્યુ દિલ્હી,તા.૩
CNG સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે ઈન્દ્રપસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ) ટૂંક સમયમાં દિલ્હી-એનસીઆરની કેટલીક સોસાયટીમાં ડિસપેસિંગ સ્ટેશનને સ્થાપિત કરશે. આઈજીએલના મેનેજિંગ ડાયરેક્ટર ઈ એસ રંગાનાથન આ વાતની માહિતી આપી કહ્યુ કે કંપની ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ગાડિઓની ચાર્જિગના સીએનજી સ્ટેશન પર આવા પોઈન્ટનું નિર્માણ પણ કરશે.
આઈજીએલે પાયલટ બેસિસ પર નોએડાની એક સોસાયટીમાં આવા પ્રકારનું સ્ટેશન શરૂ કર્યુ છે. આ સ્ટેશનનું નિર્માણ, ઓપરેટિંગ અને જાળવણી આઈજીએલ જ કરશે. તો સોસાયટીને પણ ભાડા તરીકે મહત્તમ આવક મળશે.
આઈજીએલને કોઈ પણ સોસાયટીમાં ફક્ત ૧૦*૧૦ મીટરની જગ્યા જાઈએ. આ એરિયામાં ચાર ગાડીઓ સહેલાઈથી ઉભી રહી શકે છે. સૌથી પહેલા સોસાયટીમાં રહેનારા લોકોની ગાડીઓમાં સીએનજી ભરાશે. ત્યારબાદ બહારના લોકોની ગાડીઓમાં સીએનજી ભરાશે. રંગાનાથને કહ્યુ કે કંપની આ સાથે જ ચાર્જિગ સ્ટેશનનું પણ નિર્માણ કરશે.
આઈજીએલ ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી ૬૦ નવા સીએનજી સ્ટેશનનુ નિર્માણ કરશે. તો ૨ લાખ લોકોને પીએનજી કનેક્શન આપવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં કંપનીના અત્યારે ૪૫૨ સીએનજી સ્ટેશન છે. હવે કંપની ફ્રેન્ચાઈઝી સિસ્ટમ હેઠળ કેટલાંક લોકોને ડીલરશિપ પણ આપવાની છે. જેના માટે ફક્ત પોતાની જમીન હોવાની શરત પૂર્ણ કરવાની છે. આ શરતને પૂર્ણ કરનારા ૨૩ લોકોને પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે કંપનીએ ૩૦ નવા સીએનજી સ્ટેશનોનું નિર્માણ કર્યુ છે. તો ૯.૬ લાખ લોકોની પાસે સીએનજી ક્નેક્શન છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




