મોંઘવારી વધતાં આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરશે, પોલીસીને વધુ આકરી બનાવશે

0
40

ન્યુ દિલ્હી,તા.૧૫
ફુગાવાનો દર વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી જતા રિઝર્વ બેંક આગામી ઓગસ્ટ માસ દરમિયાન ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના એનાલીસ્ટોએ વ્યક્ત કરી હતી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી સમય દરમિયાન વિવિધ પરિબળોના પગલે કોર અને હેડલાઈન ફુગાવા પર દબાણ જળવાશે. જે જાતા ઓગસ્ટ માસ દરમિયાન રિઝર્વ બેંક ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના છે.
ફુગાવાને લક્ષ્યમાં રાખીને કાર્યરત રિઝર્વ બેંકને તાજેતરમાં ફુગાવામાં વધારો થતા પોલિસીને વધુ આકરી બનાવવા નિર્ણય લેવો પડશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં જ ઔદ્યોગિક સંગઠન સીઆઈઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરવાથી ઉદ્યોગોના ખર્ચમાં વધારો થશે અને કોર્પોરેટ ક્ષેત્ર નવા રોકાણના મોરચે ધીમું પડશે તેમ જણાવ્યું હતું.
રેટિંગ એજન્સી ફીચ દ્વારા ૨૦૧૮- ૧૯ના વર્ષ દરમ્યાન ભારતના વૃદ્ધિદરના લક્ષ્યાંકમાં વધારો કર્યો છે. જા કે, બીજી તરફ ક્રુડના વધતા ભાવની ચિંતા યતાવત્ રાખવા સાથે તેને એક મોટું જાખમ ગણાવ્યું હતું.
ચાલુ ૨૦૧૮- ૧૯ના વર્ષ માટે ફીચ દ્વારા ભારતના વૃદ્ધિ દરનો લક્ષ્યાંક વધારીને ૭.૪ ટકા કરાયો હતો. જે અગાઉ ૭.૩ ટકા અંદાજાયો હતો જ્યારે ૨૦૧૯- ૨૦ માટે એજન્સીએ ૭.૫ ટકાનો વૃદ્ધિદર અંદાજ્યો હતો.
આ રિપોર્ટમાં ફીચે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એશિયન કરન્સીઓમાં ભારતીય રૃપિયાએ નબળો દેખાવ કર્યો છે. આ સ્થિતિ વધુ પ્રતિકૂળ બને તેવી સંભાવના છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે યુ.એસ.એ. સ્થિત મુડીઝ એજન્સીએ ક્રુડના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલાં ભારતના વૃદ્ધિદરનો અંદાજ ૭.૫ ટકાથી ઘટાડીને ૭.૩ ટકા કર્યો હતો.
વિશ્વના ઝડપથી વિકસતા ઉડ્ડયન બજાર ભારતમાં સ્પર્ધા તીવ્ર બની છે ત્યારે ભારતીય કંપનીઓએ સારા વળતર માટે આંતરરાષ્ટÙી બજારમાં વિસ્તરણ કરવા ભણી નજર દોડાવી છે, જેથી તેમના નફાનું રક્ષણ કરી શકાય. વૈશ્વિક વિમાની કંપનીઓનો નફો પ્રાદેશિક તફાવતો વચ્ચે ૨૦૧૫થી મજબૂત રહ્યો છે, જ્યારે ભારતીય એરલાઇન્સોએ નફાકારક બનવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ચાર વર્ષના સમયગાળામાં ૯૦ ટકા જેટલી સીટ ભરવા છતા અને પેસેન્જરોની સંખ્યા બમણી થવા છતાં આ સ્થિતિ છે. સિંગાપોર એરલાઇન્સના ચીફ ફાઇનાÂન્સયલ ઓફિસર સ્ટીફન બાર્નેસે જણાવ્યું હતું કે સ્થાનિક બજાર અત્યંત મુશ્કેલ છે અને ઘણું આકરું છે તથા ભાવસંવેદી છે. અહીં પ્રીમિયમ પ્રોડક્ટ માટે પ્રીમિયમ મેળવવું અત્યંત મુશ્કેલ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY