દીયરની પોલ ખોલવા યુવતીએ શારિરીક સંબંધનો વિડિયો બનાવી પોલીસને આપ્યો…!!!

0
96

રામપુર,
તા.૩/૪/૨૦૧૮

ઉત્તરપ્રદેશના રામપુરમાં એક યુવતીએ પોતાના દીયર વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ પોલીસને એક વીડિયો પણ બતાવ્યો હતો જેમાં દીયર એકાંતનો લાભ લઈને તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરે છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને યુવકની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટના રામપુરના શહજાદનગર પોલીસ સ્ટેશનની છે જ્યાં એક યુવતીના પતિની બિમાર હોવાને કારણે એક વર્ષ પહેલા મોત થયું હતું. પતિના મોત બાદ પીડિત યુવતી સાથે તેના જ દીયરે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ થોડા દિવસો બાદ યુવતીના દીયરે પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો. યુવતીને લગ્નની લાલચ આપતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પતિના મોત બાદ તે પોતાના પિયરે ચાલી ગઈ હતી જાકે સાસરિયાઓએ નાના પુત્ર સાથે લગ્નની વાત કરી હતી જેના કારણે તે પરત સાસરીમાં આવી ગઈ હતી. ત્યાર બાદ દીયર તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો અને તેની સાથે સંબંધ બાંધવા લાગ્યો હતો.

આ બધાંથી પીડિત યુવતી કંટાળી ગઈ હતી. એક દિવસ યુવતીએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી ત્યાર બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. યુવતીએ જ્યારે પોતાના દીયર સાથે લગ્નની વાત કરી તો તે યુવતી ટાળી રહ્યો હતો. પીડિત યુવતીએ પોતાના દીયર દ્વારા શોષણ કરવાનો પોતે જ વીડિયો બનાવીને પોલીસને બતાવ્યો અને દીયર વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક પર શારીરિક શોષણ કરવાના આરોપમાં તેની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY