ખેડૂતો દેવાથી નહીં, ઘર કંકાસને કારણે આત્મહત્યા કરે છેઃ સૂર્યપ્રતાપ શાહી

0
9

લખનઉ,
ઉત્તરપ્રદેશની સરકારના મંત્રી અને ધારાસભ્યો પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના નિવેદનનોની એવું લાગી રહ્યુ છે કે તેઓ બોલતાં પહેલાં એક વાર પણ વિચાર કરતા નથી.
યોગી સરકારના મંત્રી સુર્યપ્રતાપ શાહીએ ચિત્રકુટમાં ખેડુતોની આત્મહત્યાને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ખેડુતો દેવાંથી પરેશાન થઇને નહી પરંતુ ઘરેલું કંકાસના કારણે મોતને ગળે લગાવે છે.
મંત્રી સુર્યપ્રતાપ શાહીએ આ માટે મીડિયાને પણ નિશાને લીધી. તેમના મુજબ મીડિયા માં-દિકરાની લડાઇને પણ ખેડુતોની સ્થિતી સાથે જાડી દે છે. તેવામાં ઘર કંકાસને કારણે કોઇ માણસ આત્મહત્યા કરે, તો મીડિયા કહે છે ખેડુતોએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે.
તેમણે કહ્યુ કે, ખેડુતોની આત્મહત્યા જીઁ અને મ્જીઁની સરકારમાં પણ થઇ છે. જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી ખેડુતોની આત્મહત્યા નહીવત્ થઇ છે. જ્યારે કોઇ ખેડુત આત્મહત્યા કરે તો મીડિયા સરકાર પર ઠીકરુ ફોડે છે. આવા મામલે વધારી-ચડાવીને રિપોર્ટીંગ કરવામાં આવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY