અમદાવાદ,
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં આગામી તા.૨૪-૨૫ના રોજ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) ખાતે ભાજપની બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. લોકસભાની ૨૦૧૯માં યોજાનારી ચૂંટણી સંદર્ભે રોડમેપ નકકી કરવા અને ૨૦૧૪ની માફક લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવા માટેની તૈયારી અને તેનું ચિંતન આ બેઠકમાં કરવામાં આવશે.
ભાજપ્ના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ અમદાવાદ ખાતેની બે દિવસની આ બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપરાંત ગુજરાતના પ્રભારી અને ભાજપ્ના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિર પહેલાં તા.૧૭ અને ૧૮ જૂનના રોજ ગાંધીનગર ખાતે ભાજપ્ના પ્રદેશ કાયર્લિય કમલમ્માં ભાજપ પાલર્મિેન્ટરી બોર્ડ અને લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળનારી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




