ભાજપ-સંઘ બહુજન સમાજના લોકો પાસે માફી માંગે : માયાવતી

0
14

લખનઉ,તા.૩૧
લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલની આજે ૧૪૩મી જયંતી પર તેમની નવનિર્મિત ૧૮૨ મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયામાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ પણ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યાં. આ અવસરે તેમણે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો પણ કર્યાં. પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ થયા તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોએ બહુજન સમાજના લોકો પાસે માફી માંગવી જાઈએ. તેઓ બાબા સાહેબના નામ પર બસપા દ્વારા બનાવવામાં આવેલા પાર્ક, સ્મારક અને સ્થળોને ખોટા ખર્ચા ગણાવતા હતાં અને તેમની આલોચના કરતા હતાં.
ભાજપ સરકાર પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે યુપીની બસપા સરકાર દ્વારા લખનઉ અને નોઈડામાં ભવ્ય સ્થળો, સ્મારકો અને પાર્કોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું જેને આ જ લોકો ખોટા ખર્ચા ગણાવીને તેની ખુબ આલોચના કરતા હતાં. માયાવતીએ કહ્યું કે સરદાર પટેલ બોલ-ચાલ, રહેણી કરણીમાં સંપૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિની મિસાલ હતાં. પરંતુ ભવ્ય પ્રતિમાનું નામકરણ હિંદી કે ભારતીય સંસ્કૃતિની નજીક હોવાની જગ્યાએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ રાખવામાં આવ્યું. અંગ્રેજી નામ રાખવા પાછળ કેટલું રાજકારણ છે, કેટલી શ્રદ્ધા છે, તે દેશની જનતા સારી પેઠે સમજે છે.
તેમણે કહ્યું કે પટ્ટા ચોક્કસપણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો પોષાક હતાં, પરંતુ તેમની પ્રતિમા પર વિદેશી નિર્માણની છાપ તેમના સમર્થકોને હંમેશા સતાવતી રહેશે. માયાવતીએ કહ્યું કે વલ્લભભાઈ પટેલ ડો.ભીમરાવ આંબેડકરની જેમ એક રાષ્ટ્રીય વ્યકિત હતાં. તેમનું સન્માન પણ હતું. પરંતુ ભાજપ અને કેન્દ્ર સરકારે તેમને ક્ષેત્રવાદની સંકુચિતતામાં બાંધી દીધા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY