આસિયાબીબીની સજા રદ થતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ભડક્યા ઈશનિંદા કેસમાં પાક. સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી મહિલાની મોતની સજા રદ કરી

0
8

ઈસ્લામાબાદ,તા.૩૧
ઇશનિંદા કેસમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને ફેરવી આસિયા બીબીની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે જેને પગલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ભડક્્યા છે. હકીકતમાં ઇશ્વરનિંદાના આરોપમાં આસિયા બીબીને નવેમ્બર ૨૦૧૦માં મોતની સજા સંભળાવવામાં આવી હતી. લાહોરની હાઇકોર્ટના ૨૦૧૨ના ચુકાદા બાદ આસિયા બીબી સુપ્રીમમાં પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારની વડપણ હેઠળની ત્રણ સભ્યોની પીઠે બુધવારે ચુકાદો આપ્યો છે. જાકે આ ચુકાદો ૩ સપ્તાહ પહેલા અપાયો હતો, પરંતુ ઇશનિંદાના સમર્થકોની તરફથી પ્રદર્શનની ધમકીને કારણે ચુકાદો આપવામાં વિલંબ થયો હતો. ચીફ જસ્ટીસ નિસારે ચુકાદામાં જણાવ્યું હતું કે, આસિયા બીબી પર અન્ય કોઇ ચાર્જ ન હોય તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે.
લાહોરની નજીક શેખપુરા જિલ્લામાં નનકાના વિસ્તારમાં વસવાટ કરનારા આસિયા બીબી પર વર્ષ ૨૦૦૯માં ઇશનિંદાને આરોપ લાગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ૨૦૦૯માં આસિયા બીબી મજૂરી કરી રહ્યા હતા ત્યારે ગામના એક વૃદ્ધાએ તેમની પાસે પીવાનું પાણી ભરી આવવા જણાવ્યું હતું. ત્યારે ત્યાં મજૂરી કરી રહેલી અન્ય મુસ્લિમ મહિલાઓએ ગેર-મુસ્લિમ આસિયા બીબી દ્વારા લાવવામાં આવેલા પાણીને અશુદ્ધ પાણી કહીને પાણી પીવાથી ઇનકાર કર્યો હતો. આશિયા બીબીનો ગુનો માત્ર એટલો જ હતું કે તેમણે તેમની સાથે થયેલા ભેદભાવ પર પશ્ન કર્યો કે, શું અમે માણસ નથી?
આસિયા બીબીએ ઉભા કરેલા પ્રશ્નએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને લોકોએ આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે પૈગંમ્બર મોહમ્મદ પર અપમાજનક ટીપ્પણી કરી છે. ત્યારબાદ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ હતી જેને કારણ પોલીસે તેમની ધરપકડ કરી હતી. જાકે આસિયા બીબીએ તેમના પર લગાવેલા આરોપોને માથા અને ધડ વગરના ગણાવ્યા હતા. તેમની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો જાકે ત્યાં તેમને ન્યાય ન મળતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી જાકે હાઇકોર્ટે પણ તેમની સજાને યથાવત રાખી હતી. આખરે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો જેની પહેલી સુનાવણી વર્ષ ૨૦૧૫માં થઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY