વડાપ્રધાન મોદીએ ૪૯મી વાર મન-કી-બાત દ્વારા દેશને સંબોધિત કર્યું,તહેવારોને લઈ અભિનંદન પાઠવ્યા સરદારે દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું અસંભવ કાર્ય કર્યું : પીએમ મોદી

0
10

પ્રદૂષણને લઈ વડાપ્રધાને ખેડૂતોને પરાલી ન સળગાવવા અપીલ કરી,રન ફાર યુનિટીમાં સામેલ થવા કહ્યું
ન્યુ દિલ્હી,તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ ‘મન કી બાત’માં પોતાના સંબોધનમાં પંજાબના એક ગામના લોકોના વખાણ કર્યા. પીએમ મોદીએ વાયુ પ્રદૂષણ અને પરાલી સળગાવાના મુદ્દા પર બોલતા કહ્યું કે પંજાબનું એક ગામ કલ્લર માજરા એટલા માટે ચર્ચામાં આવ્યું છે કારણ કે ત્યાંના લોકો અનાજની પરાલી સળગાવાની જગ્યાએ તેને માટીમાં ભેળવી દે છે. કલ્લર માજરા અને એ તમામ જગ્યાઓના લોકોને અભિનંદન જેમણે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે.
પીએમએ આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલની ઉપલબ્ધિઓને યાદ કરી. પીએમે કહ્યું કે તેઓ ૩૧મી આૅક્ટોબરના રોજ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરશે. આ સ્ટેચ્યુ દુનિયાની સૌથી મોટી મૂર્તિ હશે. ભારત માટે આ ગર્વ ગણાવતી ક્ષણ હશે. પીએમે સાથે જ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને પણ શ્રદ્ધાંજલિ આપી.
પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં ખેડૂતોને પરાલી ન સળાગાવાની અપીલ કરી. આપને જણાવી દઇએ કે શિયાળાની સીઝનમાં દિલ્હી અને આજુબાજુના વિસ્તારમાં ધુમાડો છવાઇ જાય છે. હવામાન વિજ્ઞાનીઓના મતે તેનું એક મોટું કારણ હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા પરાલી (અનાજના પાકના વધેલા કચરા)ને સળગાવવું પણ છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દેશવાસીઓને તહેવારની સીઝનમાં અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પ્રિય દેશવાસીઓ આૅક્ટોબર મહિનો સમાપ્ત થવાનો છે. શિયાળો આવવાનો છે, સીઝન બદલાઇ રહી છે. તહેવારની સીઝન પણ આવવાની છે. ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, અને છઠ આવવાની છે. એમ પણ કહી શકાય છેકે નવેમ્બર મહિનો ઉત્સવનો મહિનો છે.
પીએમે કહ્યું કે ૩૧મી આૅક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતિ આ વખતે ખાસ હશે. તેમણે કહ્યું કે ૨૭મી જાન્યુઆરી ૧૯૪૭ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ‘TIMES’ મેગેઝીને જે વર્ઝન પ્રકાશિત કર્યું હતું, તેના કવર પેજ પર સરદાર પટેલનો ફોટો લગાવ્યો હતો. આ સ્ટોરીમાં તેમણે ભારતનો એક નકશો આપ્યો હતો અને આ એવો નકશો નહોતો જેવો આજે આપણે જાઇ રહ્યાં છીએ. આ એક એવા ભારતનો નકશો હતો જે કેટલાંય ભાગોમાં વહેંચાયેલું હતું. ત્યારે ૫૫૦થી વધુ દેશી રજવાડા હતા. ભારતને લઇ અંગ્રેજાની રૂચિ ખત્મ થઇ ચૂકી હતી, પંરતુ તેઓ આ દેશને છિન્ન-ભિન્ન કરીને છોડવા માંગતા હતા. ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું કે રાજ્યોની સમસ્યાઓ વિકટ છે અને માત્ર તમે જ તેનો ઉકેલ લાવી શકો છો. સરદાર પટેલે પણ તમામ રજવાડાઓનું ભારતમાં વિલય કરાવ્યું દેશને એકતા સૂત્રમાં પરોવાનું અસંભવ કામને પૂરું કરી દેખાડ્યું.
એકતાના બંધનમાં બંધાયેલા આ રાષ્ટ્રને જાઇને આપણે સ્વાભાવિક રીતે સરકાદ વલ્લભભાઇ પટેલેને પુણ્ય સ્મરણ કરીએ છીએ. આ ૩૧મી આૅક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતિ વધુ ખાસ થઇ જશે. આ દિવસે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપતા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરીશું. આ પ્રતિમાની ઊંચાઇ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણી છે. આ વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી પ્રતિમા છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે આ વર્ષ ૧૧ નવેમ્બરનું ખાસ મહત્વ છે. કારણ કે આ દિવસે ૧૦૦ વર્ષ પૂર્વ પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હતું. આ દરમ્યાન થયેલા ભારે વિનાશ અને જનહાનિની સમાપ્તિની એક સદી પૂરી થઇ જશે. જ્યારે પણ વિશ્વ શાંતિની વાત થાય છે તેને લઇ ભારતનું નામ અને યોગદાન સુવર્ણ અક્ષરોમાં અંકિત દેખાશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે ભારતને આ વર્ષે ભુવનેશ્વરમાં પુરુષ હાકી વર્લ્ડ કપ ૨૦૧૮ના આયોજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. હાકી વર્લ્ડ કપ ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે. હાકીના જાદુગર મેજર ધ્યાનચંદથી સમગ્ર દુનિયા પરિચિત છે. વડાપ્રધાને ૨૭ ઓક્ટોબરે ઈન્ફ્રેન્ટ્રી ડેના અવસરે કહ્યું કે તે તમામને નમન કરે છે જે ભારતીય સેનાનો ભાગ છે અને પોતાના સૈનિકોના પરિવારોને પણ તેમના સાહસ માટે સલામ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY