સાબુગઢના સરકારી આવાસ ભરૂચનું ‘નર્ક’:બહારથી સ્વચ્છ દેખાતા આવાસ અંદરથી ઉકરડા સમાન

0
57
  1. અધિકાંશ લોકો માને છે કે,સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે.આ વાતની સાબિતી ભરૂચનો સાબુગઢ વિસ્તાર આપી રહ્યો છે

.સ્વચ્છતા માટેના અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર વહીવટીતંત્ર વધુ એક એવોર્ડનું હકદાર છે.આ એવોર્ડ શહેરમાં નર્ક સર્જવા માટે મળવો જોઈએ.ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે.પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે.ઉલટાની વધી છે.કાચા ઝુંપડામાંથી પાકા મકાનમાં ગયેલા લોકો ભૂત ગયું અને પલિત આવ્યું હોવાનું અનુભવી રહ્યા છે.

ભરૂચનને સલ્મ ફ્રી બનાવવાનો તંત્રનો ખ્યાલ સારો છે.પરંતુ માત્ર ૨૦ x ૧૬ નું ખોખું રહેવા માટે આપી દેવું એ સમસ્યાનો ઉકેલ નથી.ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો સર્વાંગી વિકાસ તેમની સામજિક સદ્ધરતા માટે અનિવાર્ય છે.સાબુગઢ પાસેના આવસ મેળવી ખુશ થવાના બદલે ૧૦૦ પરિવારો પોતાની જાતને,પોતાની ગરીબાઈને અને પોતાના નસીબને કોશી રહ્યા છે.તેઓ ઝૂંપડપટ્ટીમાંથી ફ્લેટમાં રહેવા તો ગયા પણ એથી એમના જીવનમાં કોઈ ફર્ક ના આવ્યો.આ ફેરબદલને તેઓ બકરું કાઢતા ઊંટ પેઠું એવું માની રહ્યા છે.વહીવટી તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક સામે સાબુગઢમાં કુલ ૧૧ બ્લોક બનાવ્યા છે.જેમાં ૫૧૨ મકાન બનશે.અત્યાર સુધીમાં પાંચ બ્લોક બની ગયા છે.બીજાનું બાંધકામ ચાલી રહ્યું છે.ચાર માળના એક બ્લોકમાં ૪૮ મકાનો હોય છે.હાલમાં ત્રણ બ્લોકમાં ૧૦૦ પરિવાર રહે છે.જેમાં ૪૦ કુટુંબ સિકલીગર,૨૫ આદિવાસી,૨૫ મરાઠી અને ૫-૭ પરિવારો મુસ્લિમ સમાજના છે.એટલે ત્રણ ફ્લેટમાં ૩૦૦થી વધુ લોકો રહે છે.આ તમામ લોકોની જિંદગી દોઝક બની ગઈ છે.કરણ કે,આ આવસોમાં નથી પાણી નિયમિત આવતું કે નથી સફાઈ નિયમિત થતી.માથે છતમાંથી પાણી ટપકે છે જમીન પર ગટર ઊભરાય છે.ડ્રેનેજની લાઈન સાફ નથી થતી એટલે મળમૂત્ર બધું રસ્તા પર ફેલાયું છે.ગંદકી એટલી હદે છે કે,સફાઈ કર્મચારી પણ સફાઈ કરવાનું ના કહી દે છે.ઘર આંગણે ઉકરડાના લીધે ઘરે ઘરે બીમારીના  ખાટલા મંડાયા છે.રમતનું મેદાન પણ નથી રાખ્યું .નકશામાં જ્યાં ગાર્ડન દર્શાવ્યું છે એ જગ્યાબપર ગંદવાડ સિવાય કંઈ નથી.કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરે તો પોલીસ બોલાવે છે.અધિકારીઓ તો ફરિયાદ સાંભળવા જ તૈયાર નથી.જાણે તેઓ મુકબધીર હોય.કલેક્ટરને ફરિયાદ કરી પણ તેમને આ સમસ્યા નાની લાગે છે.કોઈ પગલાં ભરતા નથી.આ લોકો સમસ્યાથી એટલા બધા કંટાળ્યા છે કે,પોતાની સમસ્યાને વાચા આપશે તો ઘરદીઠ પૈસા ઉઘરાવી મીડિયાને ખર્ચા-પાણીના રૂપિયા આપવાની તૈયારી બતાવી.લોકોની સમસ્યાને વાચા આપવું એતો મીડિયોનું કામ છે.આ ભોળા માણસોને એ બાબતની ખબર નથી.તંત્રએ આવાસ આપી આ ગરીબ લોકો પર ઉપકાર નથી કર્યો.રહેવાની સારી સુવિધા આપવી એ સરકારનું કામ છે.આવસના બદલામાં ૧૨૦ મહિના સુધી હપ્તો ભરવો પડશે.દર મહિને ૧૧૦૦ રૂ. લેખે.મહિને ચાર-પાંચ હજાર કમાતા આ પરિવાર કમાણીનો ૨૫% હિસ્સો તો સરકારને જ આપી દે છે.બાકી રહેલી રકમમાં માંડ-માંડ ઘર ચલાવે છે.એમાંય દવાનો ખર્ચો માથે ને માથે. એક ઘરમાં ઝુબેદા અને તેની વહુ રૂકશાના બીમાર છે.સાસુ અને વહું બંને સાથે બીમાર પડતા કામ કોણ કરે એ સવાલ ઉભો થયો છે.૪૦ વર્ષના નિલેશ વસાવા માંદગીમાં સપડાતા એક જણની આવક આવતી બંધ થઇ ગઇ છે.૩૫ વર્ષના રઘબિરસિંઘ તેની પત્ની અને પુત્ર એમ આખુ પરિવાર બીમાર પડ્યું છે.આવા તો અનેક લોકો એવા છે જેમને બીમારીએ પોતાની ઝપેટમાં લીધા છે.એક મેડિકલ કેમ્પ આ આવાસમાં પણ થાય તેની જરૂરિયાત છે.વહીવટી તંત્ર ક્યાં તો તાત્કાલિક આ વિસ્તારને સ્વચ્છ કરે નહીં તો નૈતિકતાના ધોરણે એવોર્ડ વાપસી કરે. કેમ કે,જ્યાં સુધી લોકો ગંદકીમાં સબડી  રહ્યાં છે ત્યાં સુધી સ્વચ્છતા માટે કોઈ પણ સન્માન કે એવોર્ડ માટે વહીવટી તંત્ર કે અધિકારીઓ હકદાર નથી.

 પાણી માટે મહિલાઓએ ચાર માળ ચઢવા પડે છે.સાબુગઢના આવાસમાં રહેતા લોકોની ઘણી બધી સમસ્યાઓમાંથી એક સમસ્યા પાણીની પણ છે.અહીં પાણી આવવાનો કોઈ ચોક્કસ સમય નથી.સવારે પાંચ વાગ્યે પણ આવે અને ક્યારેક રાત્રે ૧૦ વાગ્યે પણ આવે.૧૦-૧૫ મિનિટ માંડ પાણી આવે  એ પણ ઓછા દબાણે.સૌથી વધારે તકલીફ ઉપરના માળે રહેતા પરિવારોની છે.ઉપરના મકાનોમાં નળ કનેક્શન તો છે.પણ અઠવાડિયે માત્ર એકાદવાર પાણી ઉપર ચઢે છે.ઘર વપરાશનું પાણી મેળવવા મહિલાઓએ ચાર માળ ચઢ-ઉતર કરવા પડે છે

  .                              * મોતનાં મીટર                                                          આ આવસોમાં દરેક મકાનના મીટર ફ્લેટની નીચે એન્ટ્રી પાસે મુકેલા છે.પણ આ મીટર મોતના મીટરથી કમ નથી.વીજ મીટરો ખુલ્લામાં જ ફિટ કરવામાં આવ્યા છે.જીવંત વીજ વાયરો લટકી રહયા છે.જે ક્યારેક મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.ખાસ કરીને વરસાદમાં આવી કોઈ ઘટનાની શક્યતાને નકારી શકાય નહીં.

* આ વિસ્તારનું નેતૃત્વ કરતા નેતાઓની નજર ક્યારે પડશે?

નગરપાલિકાના માજી ઉપપ્રમુખ પ્રફુલ્લાબેન દૂધવાળા આ આવસથી ૫૦૦ મીટરના અંતરે રહે છે.એટલું જ નહીં સત્તાધારી પક્ષ ભાજપના માજી પ્રમુખ દક્ષાબહેન પટેલ,નરેશ સુથારવાળા,યુવા ભાજપના માજી શહેર પ્રમુખ કેતન ભાલોદવાળા,યુવા ભાજપના મહામંત્રી જતીન શાહ,આ સહિતના ભાવિન પટેલ,ધર્મેન્દ્ર ઓઝા,મનીષ મોદી,કનુ પરમાર,અનિકેત પટેલ સહિતના હોદ્દેદારો આ વિસ્તારની આજુબાજુમાં ત્રણ-ચાર કી.મીની ત્રીજયામાં જ રહે છે.શુ એમની નજર આ વિસ્તાર પર નહીં પડી હોય?તેમણે કોઈએ રજુઆત કરી ખરી? આ વિસ્તારના નગરસેવકોને  આ પરિવારોના મતની જરૂર નથી? મતની જરૂર ના હોય તેમ છતાં તેમની સુખાકારી એ નગરસેવકોની ફરજ છે.આ ફરજ નગરસેવકો અને સ્થાનિક નેતાગીરી ક્યારે નિભાવશે એ સવાલ ગરીબ વસ્તીના લોકો ઉઠાવી રહયા છે.

* સિકલીગર કમ્યુનિટીના લોકોએ પાણીની લાઈન તોડી નાંખી છે.ગંદકીના પ્રશ્ન અંગે હું તપાસ કરાવું છું-સંજય સોની,મુખ્ય અધિકારી

સાબુગઢના આવાસની સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી.તેમણે કહ્યું હતું કે, ત્યાંના સિકલીગર કમ્યુનિટીનાં લોકોએ પાણીની પાઇપ લાઈન તોડી નાંખી છે.પાણી ઉપરના માળ પર ચઢે એ માટે મોટર મૂકી છે.૨૪ કલાક પાણી મળે એવી માંગ છે એમની.એ શક્ય નથી.ગંદકીની સફાઈ માટે માણસો મુકેલા છે.તેમ છતાં હું જોવડાવી લઉં છું.

દુદર્શાના કારણે આવાસમાં ના કોઈ આવવા તૈયાર છે ના કોઈ સામાજિક વ્યવહાર બાંધવા

વાહીવટીતંત્રની ઉપેક્ષાના કારણે આ આવાસની દુદર્શા થઈ છે.હાલમાં ૧૧ બ્લોકમાંથી માત્ર ત્રણ બ્લોકમાં રહેવા માટે લોકો આવ્યા છે.પણ પારાવાર ગંદકી અને બીજી બધી સમસ્યાના કારણે બીજા લોકો રાહતદરે મકાન મળતું હોવા છતાં રહેવા આવવા માટે તૈયાર નથી.એટલું જ નહીં આ આવાસમાં રહેતા લોકો સાથે લગ્ન જેવા સામાજિક સંબંધ બાંધવા પણ તૈયાર નથી.તંત્રના પાપે આવાસમાં રહેતા લોકોને સામજિક તિરસ્કારનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

જીવણલાલ ડોડીઆ
ભરૂચ 9427114443

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY