બસમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે વધુ બસ ફાળવણી માટે આવેદનપત્ર પાઠવાયું.

0
111

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્રારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે અવર જવર માટે વધુ બસોની ફાળવણી કરવાની માંગ સાથે એસ.ટી વિભાગને આવેદનપત્ર પાઠવાયું હતું.

ટંકારા ગામ માં કાર્ડ ટંકારીયા હાઇસ્કુલ મા આશરે હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે જેમાંથી લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ પારખેત ,હિંગલ્લા, પગુઠણ, ચાવજ,રહાડપોર,નંદેલાવ તથા સિતપોણ ગામમાંથી શિક્ષણ મેળવવા આવતા હોઈ પરંતુ એસ.ટી વિભાગ દ્રારા પૂરતી પ્રમાણ માં એસ.ટી બસો ફાળવવામાં નહીં આવતાં અભ્યાસ અંગે આવતા વિદ્યાર્થીઓને ઘણીજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

વધુ માં તેવોએ જણાવ્યુ હતું કે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓમાં એક બસમાં લગભગ ૧૦૦ થી ઉપરના વિદ્યાર્થીઓ અપ ડાઉન કરતાં બતાવેલ અને જણાવેલ કે ૫૬ સિટ ની બસમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા ખરે ખર એસ.ટી નિગમ અને વિધાર્થીઓને માટે ખતરા સમાન કહી શકાય તો ખોટું નથી.

જેને લઈને આજ રોજ મોટી સંખ્યામાં કોંગ્રેસ યુવક સમિતિના કાર્યકરો અને આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્રારા શિક્ષણ અર્થે વધુ બસો ફાળવણી અર્થે વિભાગીય ડિવિઝન અધિકારી સીસોદીયા અને ડેપો મેનેજર સિંધાને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

જોકે ગતરોજ વાયરલ થયેલ વિડિઓ અંગે પૂછતાં તેવોએ જણાવ્યું હતું કે આ રૂટ પર બીજી અન્ય બસો પણ રાબેતા મુજબ જાય છે પરંતુ ગામના લોકો દ્રારા જાતેજ વધુ વિદ્યાર્થીઓ ને બસમાં બેસાડીને વિડિઓ બનાવી વાયરલ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY