ઉપલેટાના કોલકી રોડ ઉપર મોટર સાયકલ ને અકસ્માત

0
28

ઉપલેટાના કોલકી રોડ ઉપર આવેલ મનદીપ ઇન્ડસ્ટ્રીઝ પાસે પુરપાટ આવી રહેલી મોટરસાયકલ ચાલક યુવાન ટ્રકના જોટામાં અથડાતા ગંભીર ઇજા

ઉપલેટા: ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ મનદીપ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના ૨૮ વર્ષીય વણકર યુવાન ધીરજભાઈ બાબુભાઈ જાદવ પોતાની મોટરસાયકલ લઈ ફુલ સ્પીડમાં ઉપલેટા તરફ આવી રહ્યો હોય ત્યારે ઉપલેટાના કોલકી રોડ પર આવેલ મનદીપ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઈન્ડસ્ટ્રીઝની અંદરમાં જઈ રહેલી ટ્રકના જોટામાં ઘુસાડી દેતા યુવાનને બંને પગમાં ફ્રેકચર થયેલ અને માથામાં ગંભીર ઇજા થતાં સૌ પ્રથમ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા કેસ ગંભીર હોવાથી ઓપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ હોય, માથામાં હેમરેજ થયેલ છે તેવું જણાવતાં તેને જૂનાગઢ સરકારી દવાખાને રિફર કરેલ છે. ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY