ન્યુ દિલ્હી,તા.૧૭
રેલવે પ્રશાસને કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવેલા મેડિકલ કાર્ડને બદલે ક્રેડિટ કાર્ડ જેવાં હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્ડ પર અલગ અખિલ ભારતીય નંબર હશે. હાલમાં ઝોનલ રેલવે દ્વારા કર્મચારીઓને રેશનકાર્ડને મળતી આવતી પુસ્તિકા આપવામાં આવે છે.
રેલવે બોર્ડના આદેશ મુજબ અલગ ભારતીય નંબર ધરાવતા મેડિકલ કાર્ડ કર્મચારીઓને તથા તેમના આશ્રિતોને આપવામાં આવશે. રેલવે કર્મચારીઓ અને અન્ય લાભાર્થીઓને આપવામાં આવતા મેડિકલ આઈડેન્ટિટી કાર્ડમાં એક સમાનતા લાવવા રેલવે બોર્ડે બૅન્કો દ્વારા આપવામાં આવતા ક્રેડિટ/ ડેબિટ કાર્ડના આકાર અને કદ જેવાં પ્લાસ્ટિક કાર્ડને મંજૂરી આપી છે.
દરેક કાર્ડની ઉપર રંગીન પટ્ટો હશે. કાર્ડ પરના રંગ દ્વારા કાર્ડ ધારકની કૅટેગરીની ઓળખ મેળવી શકાશે. કૅટેગરીમાં સેવારત, નિવૃત્ત અથવા કર્મચારીના આશ્રિતોનો સમાવેશ થાય છે. આદેશમાં જણાવાયા પ્રમાણે ૧૫ વર્ષના લાભાર્થીઓને પાંચ વર્ષની મુદત સુધીના કાર્ડ આપવામાં આવશે ત્યારપછી તેમણે નવીનીકરણ કરાવવું પડશે.
પંદર વર્ષથી ઉપરની ઉંમરના લભાર્થીઓને આપવામાં આવનારા કાર્ડ તેમણે ૪૦ વર્ષ સુધી પ્રમાણભૂત ગણાશે. ત્યારપછી તેમણે કાર્ડનું નવીનીકરણ કરાવવાનું રહેશે. નિવૃત્તિ પછી
તેમણે કાર્ડનું નવીનીકરણ કરાવવું પડશે. હાલમાં રેલવેના કર્મચારીની સંખ્યા ૧૩ લાખ છે અને પેન્શનધારકોની સંખ્યા પણ એટલી જ છે. તે બધાના આશ્રિતો મેડિકલ કાર્ડનો ઉપયોગ કરવા પાત્ર છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





